ગામો અને શહેરોને ગંદકી અને શૌચમુક્ત બનાવીશું: CM
ગાંધીનગરના બોરીજ ખાતે વિજય રૂપાણીએ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરાવી. આ અભિયાન અંતર્ગત લોકોને શૌચાલય બનાવવા માટે જાગૃત કરવામાં આવશે. આ અંગે વધુ વાંચો અહીં..
ગાંધીનગરના બોરીજ ગામથી સીએમ વિજય રૂપાણીએ સ્વચ્છતા પખવાડિયાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં હંમેશા સ્વચ્છતા બની રહી તેની સાથે ગામડાઓમાં પણ સ્વચ્છતા જળવાય તે માટે મુખ્યમંત્રીએ ગામડાથી સ્વચ્છતા પખવાડિયાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં પરિવર્તનની જે લહેરો ઉઠી છે. તેમાં સફાઇને મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ગામે ગામ કરવાની જાહેરાત પણ કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ગર્વનર ઓ.પી.કોહલીએ પણ હાજરી આપી હતી.

ગુજરાત વિધનસભાની ચૂંટણી આવતા પહેલા ભાજપ પ્રચારની એક પણ તક છોડવા માંગતું નથી. થોડા સમય પહેલા જ ભાજપ દ્વારા 'ગુજરાત ગૌરવ યાત્ર'ની જાહેરાત કરાઈ હતી એ બાદ હવે મુખ્ય મંત્રીએ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવા છે. આ પખવાડિયા દરમિયાન રાજ્યના તમામ શહેર, ગામ અને તાલુકામાં 'જાહેર શૌચક્રિયા મુક્તિ' બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. તેમણે ત્રણ હજારથી વધુ ગામમાં તા. 2 ઓકટોબર સુધીમાં ઘનકચરાનો નિકાલ, રિસાયક્લિંગ અને કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતને 2017ના વર્ષના અંત સુધીમાં 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય બનાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
