CNG price hike : ગુજરાત ગેસે CNG માં 1 રૂપિયાનો વધારો કર્યો, જાણો નવા ભાવ
CNG price hike : ગુજરાત ગેસે ફરી સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલોગ્રામ સીએનજી ગેસના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ અમદાવાદ, ગાંધીનગર, અને પાટણ જેવા શહેરોમાં સીએનજીનો નવો ભાવ 80.26 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.

આ ભાવ વધારાથી સામાન્ય નાગરિકો અને વાહનચાલકોના ખિસ્સા પર વધુ બોજ પડશે. ખાસ કરીને રિક્ષાચાલકો અને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે આ વધારો ચિંતાનો વિષય છે, કારણ કે તેમના દૈનિક ખર્ચમાં વધારો થશે.
નોંધનીય છે કે ગુજરાત ગેસ દ્વારા ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ નવા વધારા સાથે, છેલ્લા કેટલાક મહિનામાં સીએનજીના ભાવમાં થયેલો આ બીજો વધારો છે, જે મોંઘવારીની અસરને વધુ તીવ્ર બનાવે છે.












Click it and Unblock the Notifications
