For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સીએનજીમાં 11 અને પીએનજીમાં 7 રૂપિયાનો ઘટાડો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી: ગુજરાતમાં હવે વાહન ઉપયોગ માટે સીએનજી તથા ઘરેલું ઉપયોગ માટે પીએનજી વધુ સસ્તા ભાવે મળશે. ખાનગી કંપની અદાણીએ સીએનજીના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કર્યો છે તો બીજી તરફ પીએનજીના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.

અદાણીના નવા દર મધરાત્રિથી લાગૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગુજરાત સરકારની કંપની જીએસપીસીએ સીએનજીમાં સાડા અગિયાર રૂપિયા તથા પીએનજીમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.

જીએસપીસીએ સ્લેબ આધારિત બિલિંગ પદ્ધતિ ખતમ કરી દિધી છે. જીએસપીસીના નવા ભાવ ગુરૂવારથી લાગૂ થશે. આનાથી રાજ્યમાં લગભગ અઢી લાખ વાહનો ધરાવતાં સીએનજી ધારકો તથા લગભગ સાડા બાર લાખ પીએનજી ધારકોને રાહત મળશે.

હવે અદાણીનો સીએનજી 58.75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બદલે 46.75 રૂપિયામાં મળશે, તો બીજી તરફ જીએસપીસીનો સીએનજી 56.20 રૂપિયાના બદલે 44.90 રૂપિયા પ્રતિ કિલો મળશે.

cng-pump

અદાણીનો પીએનજી 28.80 રૂપિયાની બદલે ઘટીને 23.80 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર (એસસીએમ) કરવામાં આવ્યો છે તો બીજી તરફ જીએસપીસીનો પીએનજી પ્રતિ યૂનિટ 30.55 રૂપિયાથી ઘટીને સાડા ત્રેવીસ રૂપિયા પ્રતિ યૂનિટ થઇ જશે. અદાણીના ભાવ અમદાવાદ તથા વડોદરા જ્યારે જીએસપીસીના ભાવ આખા રાજ્યમાં લાગૂ થશે.

અદાણી તથા રાજ્ય સરકારના અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ગત 3 ફેબ્રુઆરીના રોજ સુધારેલ દિશાનિર્દેશ હેઠળ આ ગેસોની ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મુજબ શહેર ગેસ વિતરણ (સીજીડી) ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં અદાણીએ ડિસેમ્બર મહિનામાં આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અદાણીના ગેસ સ્ટેશન અમદાવાદ તથા વડોદરામાં છે.

તો રાજ્ય સરકારે ગત દોઢ મહિનામાં સીએનજીના ભાવમાં 21.40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસપીસીના અનુસાર હવે સીએનજી પેટ્રોલની તુલનાએ 56 ટકા તથા ડીઝલની તુલનાએ 19 ટકા સસ્તો હશે.

અમદાવાદ ઓટો રિક્શા ડ્રાઇવર યૂનિયનના અધ્યક્ષ ઇમ્તિયાઝ લાંધાએ અદાણીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમને કહ્યું હતું કે ભાવમાં ઘટાડો થતાં હવે રિક્શાના ભાડામાં પણ ઘટાડો થશે.

રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે ગેસના મુદ્દે ગત કેટલાક વર્ષોથી તકરાર ચાલતી હતી. ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે ગુજરાતને મુંબઇ તથા દિલ્હીના ભાવ પર સસ્તો ગેસ આપવા માટે કહ્યું હતું.

English summary
Adani Gas Ltd today reduced prices of Compressed Natural Gas (CNG) by Rs 12 per kg and Piped Natural Gas (PNG) by Rs 5 per standard cubic meter (SCM) for its consumers in Ahmedabad and Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X