Surat Fire: ગેરકાયદેસર રીતે ચાલતું હતું કોચિંગ સેન્ટર, 3 સામે FIR દાખલ
Surat Fire: ગેરકાયદેસર રીતે ચાલતું હતું કોચિંગ સેન્ટર, 3 સામે FIR દાખલ
સુરતના સરથાનામાં 20 વિદ્યાર્થીઓનો જીવ ભરખી જનાર અગ્નિકાંડ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના એ ફ્લોર પર લાગી છે, જેને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. આ ફ્લોરની છતને ફાઈબરથી બનાવવામાં આવી હતી. ફાઈબરમાં લાગેલ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ. આ મામલામાં સરથાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આઈપીસીની કલમ 304-બી અંતર્ગત મામલો નોંધી લેવામાં આવ્યો છે. સુરતના ક્રાઈમ બ્રાંચના એસીપીને મામલાની તપાસ સોંપવામાં આવી છે.

ગેરકાયદેસર રીતે ચાલતું હતું કોચિંગ સેન્ટર
સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કહ્યું કે ઘટનામાં 20 વિદ્યાર્થીઓના જીવ ગયા છે. એટલા જ લોકો જખમી થયા છે. અગ્નિકાંડમાં ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ પ્રશાસને સુરતમાં આવા પ્રકારના ટ્યૂશન ક્લાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફાયર ડિપાર્ટમેન્ટની એનઓસી મળ્યા બાદ જ ટ્યૂશન ક્લાસ ચાલશે.

3 સામે FIR દાખલ
સુરતના સરથાના સ્થિત તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં કોચિંગ સેન્ટર પણ ચાલે છે. જેમાં શુક્રવારે બાળકો રોજબરોજની જેમ ભણવા આવ્યા હતા. કદાચ તેમને અંદાજો પણ નહિ હોય કે આગના લપેટાઓમાં તેમની સાથે તેમના સપનાં પણ ખતમ થઈ જશે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહયું છે કે કેટલાય વિદ્યાર્થીઓ ડરના માર્યા બિલ્ડિંગ પરથી કૂદી ગયા. આગ એટલી ભયંકર હતી કે ઓલવવા 19 ફાયર ફાઈટરની ગાડીઓ લગાવવી પડી હતી.

4 લાખની મદદની ઘોષણા
ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. મોડી રાત્રે સીએમ રૂપાણીએ હોસ્પિટલે જઈ ઘાયલ લોકોની મુલાકાત લીધી. જે બાદ તેમણે કહ્યું કે, સીઢી પાસે લાગેલ આગને કારણે કેટલાય લોકો બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી ગયા હતા. સીએમે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યું છે.
|
અમદાવાદના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ કહ્યું કે, જો આપણે આવી ઘટનાઓથી બચવું છે અને લોકોની જિંદગી બચાવવી હોય તો આપણે કેટલાક આકરાં પગલાં લેવાં પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મેં આદેશ આપી દીધો છે કે જ્યાં સુધી બીજો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી બધા જ ટ્યૂશન ક્લાિસ બંધ કરી દેવામાં આવે. આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધી, સપા સુપ્રીમો અખિલેશ યાદવ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
