Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cold wave in Gujarat: રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, જાણો ક્યાં કેટલું તાપમાન?

Cold wave in Gujarat: ડિસેમ્બરની સાથે રાજ્યમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. શિયાળાની શરૂઆતમાં જ આટલી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન દ્વારા તાપમાનનો પારો હજુ નીચે જાય તેવી આગાહી કરવામાં આવી છે.

આજે સવારે રાજ્યનું સરેરાશ તાપમાન 24 સેલ્સિયસ રહે છે, જ્યારે બપોરના સમયમાં તાપમાન 26 સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આ સાથે રાત્રિના સમયમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. સાંજે તાપમાન 20 સેલ્સિયસ રહેશે, અને રાત્રે તાપમાન 16 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

આ સાથે રાજ્યમાં દિવસ દરમિયાન મોટે ભાગે વાદળછાયું અને ધુમ્મસવાળું વાતાવરણ રહેશે. આ સાથે દિવસનું ઉચ્ચ 28 સેલ્સિયસ રહેશે અને 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની દિશા ઉત્તર પૂર્વ તરફ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

રાજ્યમાં સૌથી નીચું તાપમાન ડિસામાં નોંધાયું છે. જ્યાં તાપમાન 15 સેલ્સિયસ છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને દાહોદમાં 16 સેલ્સિયસ તાપમાન છે. જ્યારે આણંદ અને ધ્રાંગધ્રામાં તાપમાન 17 સેલ્સિયસ રહેશે.

અંજાર, ગાંધીધામ, બોટાદ, રાજકોટ, ભરૂચ, ભૂજ, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર શહેરમાં તાપમાન 18 સેલ્સિયસ છે. અમરેલી, જામનગર, ભાવનગર, ધોરાજી અને જૂનાગઢમાં 20 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે સુરતનું તાપમાન સૌથી વધુ 20 સેલ્સિયસ છે.

Cold wave in Gujarat

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે, સામાન્ય રીતે તાપમાન 12 સેલ્સિયસ અને 29 સેલ્સિયસની વચ્ચે હોય છે. રાત્રિના સમયમાં તાપમાન 10 સેલ્સિયસ સુધી નોંધાય છે, તો દિવસ દરમિયાન 26 સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાય છે.

હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડી પર ઓછા દબાણને કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં 15 ડિસેમ્બર સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વરસાદથી ઠંડીમાં વધારો થઈ શકે છે. આવા સમયે, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગ અને અડીને આવેલા પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર નીચા દબાણનો વિસ્તાર રહે છે. આ લો પ્રેશરને કારણે આગામી 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

આ હવામાનની અસરને કારણે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ઠંડી અને વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પ્રભાવને કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળશે.

આ સાથે દિલ્હી, ઉત્તર ભારત અને હિમાલયના પ્રદેશોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસ હવામાનની સૌથી મુખ્ય ઘટના બની શકે છે, જ્યારે દક્ષિણ ભારતમાં દરિયાઈ હવામાનનો પ્રભાવ ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X