For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોલ્ડ વેવ, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડી વધવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો ત્યારબાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનુ મોજું ફરી વળ્યુ છે. અમદાવાદ, રાજકોટ, નલિયા સહિત રાજ્યના 9 શહેરોમાં તાપામ ઘટતા લોકો ઠરી ગયા છે. રાજ્યમાં હજુ બે દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કાતિલ પવન સાથે કોલ્ડ વેવની આગાહી

કાતિલ પવન સાથે કોલ્ડ વેવની આગાહી

કચ્છના નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે વડોદરા શહેરનુ તાપમાન 8.9 ડિગ્રી, અમદાવાદ શહેરનુ તાપમાન 9.3 ડિગ્રી, ડીસા અને પાટણનુ તાપમાન 9.5 ડિગ્રી, રાજકોટનુ તાપમાન 9.7 ડિગ્રી, ભૂજનુ તાપમાન 10 ડિગ્રી, અમરેલી અને જૂનાગઢનુ તાપમાન 10.2 ડિગ્રી, ભાવનગરનુ તાપમાન 10.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ કાતિલ પવન સાથે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડી વધશે.

આબુમાં પણ હાડ થિજાવી દેતી ઠંડી

આબુમાં પણ હાડ થિજાવી દેતી ઠંડી

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થિજાવી દેતી ઠંડી પડી રહી છે આબુમાં ત્રણ દિવસથી તાપમાન માઈનસમાં જતુ રહ્યુ છે. આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી પહોંચી જતા બરફ જામી ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર પણ ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ કાતિલ ઠંડીથી લોકો ઠુઠવાઈ રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયુ છે.

ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા

ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ છે. પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અને ત્યાંથી પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમમાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારોમાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડી પડશે.

English summary
Cold wave in Gujarat, snowfall in northern India may decrease the temperature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X