ગુજરાતમાં 78 ડિસ્ટ્રિક જજ સહિત 222 જજોની સામુહિક બદલી
ગુજરાત હાઇકોર્ટે રાજયમાં 78 ડિસ્ટ્રિક જજ, 56 સિવિલ જજ અને 88 એડીશનલ સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કર્યા છે. આ આદેશ લોકસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયાના બે દિવસમાં આવ્યો છે.
ગુજરાતના 222 ન્યાયાધીશની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. ઉનાળુ વેકેશનની શરૂઆતમાં જ હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી રાત્રે 222 જજની સામુહિક બદલીના હુકમો કર્યા છે.

આ લિસ્ટમાં 78 ડીસ્ટ્રીક જજ, 56 સિવિલ જજ અને 88 એડીશનલ સીનીયર સિવિલ જજની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટમાંથી 3 ડીસ્ટ્રીક જજ બદલાયા છે તેમના સ્થાને નવા 3 જજની નિમણુક કરવામાં આવી છે. ઉપરાંત 8 સીનીયર સિવિલ જજ બદલાયા છે.
લોકસભાની ચુંટણીના એક મહિના પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના 31 જેટલા ડીસ્ટ્રીક જજની બદલી કરવામાં આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળુ વેકેશનના આરંભે વધુ એક વખત ગુજરાતમાં ન્યાયાધીશોની મોટાપાયે સામુહિક બદલી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
