યુવતીના ત્રણ બનાવટી ઇન્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બદનામ કરનાર યુવક સામે ફરિયાદ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીને પહેલા ફોન પર પછી તેના નામે બનાવટી ઇન્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેમાં વાંધાનજક પોસ્ટ મુકીને બદનામ કરનાર યુવક સામે આનંદનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય જેની (નામ બદલેલ છે) ફાર્મસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પરિવાર સાથે રહે છે. તેની સાથે અભ્યાસ કરતા મિલન વરસાત નામના યુવકને તેની કોલેજમાંથી છ માસ પહેલા કોઇ કારણસર કોલેજમાંથી છુટો કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ગઢડા રહેવા જતો રહ્યો હતો. જો કે તે જેની સાથે અભ્યાસ કરતો હોવાથી તે જેનીને અવારનવાર વોટસએપથી મેસેજ કરતો હતો અને ફોન પણ કરતો હતો. જેની પણ તેની સાથે મિત્રતાના નાતે વાત કરતી હતી. પણ ચાર માસ પહેલા કોઇ કારણસર બંને વચ્ચે મનદુખ થતા જેનીએ મિલનનો મોબાઇલ બ્લોક કરી દીધો હતો, જેથી મિલને ફરીથી બીજા મોબાઇલ ફોનથી તેને મેસેજ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

crime

જો કે જેની તે નબંર પણ બ્લોક કરી દેતા તેને અન્ય મોબાઇલથી મેસેજ કર્યા હતા. આમ, જેનીએ એક પછી એક એમ 36 મોબાઇલ નંબર બ્લોક કરી દીધા હતા. ત્યારે બે માસ પહેલા મિલન તેના મિત્રોને મળવા માટે કોલેજ પર આવ્યો હતો તે સમયે નજર ચુકવીને જેનીનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. જેમાં પહેલા તેણે જેનીના મોબાઇલથી જ સંબધીઓને અપશબ્દો મેસેજ કર્યા હતા અને જેનીના ફોટોગ્રાફ મોબાઇલથી લઇને તેને ત્રણ ફેક ઇનસ્ટાગ્રામ જેનીના નામે એકાઉન્ટ બનાવીને તેમાં ફોટો સાથે વાંધાનજક પોસ્ટ મુકી હતી. આ અંગે જેનીને ખબર પડતા તેણે તેના માતા પિતા અને મિત્રોને જાણ કરી હતી.  અને મિલન વિરુધ્ધ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યુ હતુ પણ પહેલા આનંદનગર પોલીસે માત્ર સાદી ફરિયાદ નોંધવાની વાત કરતા જેનીના પરિવારજનો ડીસીપી ઝોન-7ને મળ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વાકેફ કરીને મિલન સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અને ડીસીપીએ આનંદનગર પોલીસને આ અંગે આઇપીસીની કલમ 506 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 હેઠળ ગુનો નોંધવાની સુચના આપી હતી અને મંગળવારે સવારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

English summary
Complaint against the boy who created 3 fake Instagram account of the girl. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.