For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉંગ્રેસનું ખેડૂત આંદોલનઃ ત્રીજા દિવસે કર્યુ રસ્તા રોકો આંદોલન

ખેડૂતોના મુદ્દે રાજ્યમાં કૉંગ્રેસ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહી છે. એક રીતે, ખેડૂતોની દેશભરમાં ચાલી રહેલી લડતમાં કૉંગ્રેસે પણ સમર્થન આપીને ત્રણ દિવસ સુધી સરકાર સામે રચનાત્મક કાર્યક્રમ ચલાવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ખેડૂતોના મુદ્દે રાજ્યમાં કૉંગ્રેસ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહી છે. એક રીતે, ખેડૂતોની દેશભરમાં ચાલી રહેલી લડતમાં કૉંગ્રેસે પણ સમર્થન આપીને ત્રણ દિવસ સુધી સરકાર સામે રચનાત્મક કાર્યક્રમ ચલાવ્યા હતા. ત્યારે, રાજ્યભરમાં તમામ તાલુકા અને જિલ્લા મથકો પર આવેદનપત્રો આપ્યા બાદ આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ઠેર ઠેર રસ્તા રોકીને કૉંગ્રેસે ચક્કાજામ કર્યો હતો.

કૉંગ્રેસે રાજ્યભરમાં કર્યા દેખાવો

કૉંગ્રેસે રાજ્યભરમાં કર્યા દેખાવો

ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. ત્યારે, સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. આજે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં રાજકોટ-ગોંડલ હાઇવે પર જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં ડુંગળીનો હાર પહેરી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. અમરેલીના વડિયામાં વિપક્ષ નેતાની આગેવાનીમાં ચક્કાજામ કર્યો હતો ત્યારે પોલીસે ધાનાણીની ટિંગાટોળી કરી 100 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે કોંગી કાર્યકરોએ એસટી બસ અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કૉંગ્રેસના કાર્યકરોની કરાઇ અટકાયત

કૉંગ્રેસના કાર્યકરોની કરાઇ અટકાયત

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતો ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો અને વિરોધ કરવા આવેલા કોંગ્રીસીઓએ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે અને ફરી ચક્કાજામ કરશે તો અટકાયત થાય તો નવાઇ નહીં. આ કારણે, ક્યાંક ક્યાંક કૉંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઇ હતી તો ક્યાંક, પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરાયા ચક્કાજામ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ કરાયા ચક્કાજામ

ઉત્તર ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે ચિલોડા હાઇવે કૉંગ્રેસના નેતાઓએ ચક્કાજામ કરીને દેખાવો કર્યા હતા. જેના કારણે, પોલીસ દરમિયાનગીરી કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. પરેશ ધાનાણીને અમરેલીના વડિયા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. ત્યારે, કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના કૉંગ્રેસ કાર્યકરોએ શાકભાજી સાથે દેખાવો કર્યા હતા. પોલીસે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

ત્રણ દિવસ ચલાવ્યું ખેડૂત આંદોલન

ત્રણ દિવસ ચલાવ્યું ખેડૂત આંદોલન

કૉંગ્રેસ દ્વારા ૮ જૂનથી ૧૦ જુન સુધી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી કૉંગ્રેસની લડત બાદ આજે કૉંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન ચલાવ્યું હતું. કૉંગ્રેસ દ્વારા ૮મી જૂને તાલુકા કક્ષાએ ધરણા કર્યા બાદ ૯મી જૂને સાંજે ભાજપ સરકારને ઊંઘમાંથી જગાડવા માટે ઘંટનાદનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે, આજે ૧૦મી જુને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, ગાંધીનગર સહીત રાજ્યભરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે રસ્તા રોકો-જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોની સમસ્યા ક્યારે દુર થશે ?

ખેડૂતોની સમસ્યા ક્યારે દુર થશે ?

કૉંગ્રેસ રાજ્યમાં હવે ખેડૂતોના સમર્થનમાં અગ્રેસર બનીને લડત આપી છે. ગુજરાતના ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ પક્ષ ખેડૂતો સાથે જ ઊભો રહેશે. રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને, ખેડૂતોની મુળભૂત સમસ્યા પર સરકાર આંખ આડા કાન કરી રહી છે. ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી તેમજ સિંચાઇ માટે પુરતી વિજળી પણ ઉપલબ્ધ નથી. આ સાથે જ ખેડૂતોના દેવાં માફ કરવાની પણ કૉંગ્રેસે માંગણી કરતા સરકાર સામે હલ્લાબોલ અને રસ્તા રોકો જંગ કરી જનતાનો અવાજ સરકાર સુધી પહોચાડવા અને સરકારની કુભકર્ણ નિંદ્રા દુર કરવા પ્રયાસ કર્યો છે.

English summary
Congress agitation 3days against bjp government for farmers issues in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X