કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, શંકરસિંહના પુત્ર અહીંથી ચૂંટણી લડશે!
ગુજરાતમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસે ઉમેદવાદોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 37 ઉમેદવારોના નામ છે અને કોંગ્રેસની આ છેલ્લી યાદી છે.
અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસે ઉમેદવાદોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 37 ઉમેદવારોના નામ છે અને કોંગ્રેસની આ છેલ્લી યાદી છે. આ હવે કોંગ્રેસ તેના તમામ ઉમેદવારો જાહેર કરી ચુકી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની છેલ્લી યાદીમાં કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ જાડેજાને બાયડ સીટ પર ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, પાલનપુરથી મહેશ પટેલ, દેવધરથી શિવાભાઈ ભુરિયા, ઊંઝાથી અરવિંદ પટેલ, વિસનગરથી કીર્તિભાઈ પટેલ, બેચરાજીના ભોપાભાઈ ઠાકોર, બિલોડાથી રાજુ પારઘી, મહેસાણાથી પી.કે.પટેલ, સાણંદમાંથી રમેશ કોળી, ધોળકાથી અશ્વિન રાઠોડ, ગોધરાથી રશ્મિતા બેન અને કલોલથી પ્રભાતસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હવે તમામ પાર્ટીઓ તેની પુરી તાકાત લગાવી રહ્યા છે. એક તરફ બીજેપી કોઈપણ સંજોગોમાં સત્તા બચાવવા મેેદાને છે તો આમ આદમી ગુજરાતમાં પગ ફેલાવવા પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
