કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ પાસે છે 141 કરોડની સંપત્તિ

Posted By:
Subscribe to Oneindia News

વિજય રૂપાણીની સામે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 141 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ જાહેરાત તેમણે તેમના ઉમેદવારી પત્રમાં પણ કરી છે. વધુમાં રાજગુરુ વૈભવી કારોનો પણ જબરો શોખ છે. તેમની પાસે 6 કરોડ જેવા તો વાહનો છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજકોટ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે. આ સાથે જ રાજ્યના અમીર ધારાસભ્યોમાં રાજગુરુના નામનો પણ સમાવેશ થઇ ગયો છે.

indranil rajguru

ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સુધી જ અભ્યાસ કરનાર ઇન્દ્રનીલ પાસે કુલ 13 વહાનો છે. વળી તેમના તમામ રજિસ્ટ્રેશન નંબરોની પાછળ તે 99 નંબર જ રાખે છે જે તેમની આગવી ઓળખ છે. 26 જૂન 1966માં જન્મેલા ઇન્દ્રનીલ લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે તેમના પહેલા કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂતને કોંગ્રેસના નંબર 1 કરોડપતિ ધારાસભ્ય માનવામાં આવતા હતા. પણ હવે બળવંતસિંહ ભાજપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના નંબર 1 કરોડપતિ ધારાસભ્ય બની ગયા છે.

English summary
Congress candidate Indranil Rajguru has assets worth 141 crores.He will contest election against CM Vijay Rupani from Rajkot West.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.