Vadodara Lok Sabha Election 2024: મતદાન બાદ બોલ્યા કોંગ્રેસના ઉમેદવાર, વડોદરામાં પરિવર્તનની લહેર

Vadodara Lok Sabha Election 2024: ગુજરાતની બાકી રહેલી તમામ 25 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સરેરાશ 9.12% જેટલું મતદાન થયું છે. વડોદરાના લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ પઢિયારે એકલબારાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ તેમણે પરિવર્તનની લહેર વહી રહેતી હોવાનું મંતવ્ય રજૂ કર્યું હતું.

jaspal padhiyar

મતદાન બાદ જસપાલ સિંહ પઢિયારે કહ્યું કે, આજે આ દેશ રાષ્ટ્ર અને રાજ્ય માટે લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે એકલબારા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. હું બધાને અપીલ કરું છું કે વહેલી સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચો અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહથી ભાગ લો. આપની તાકાત છે કે આપ એક મતના દમથી ગમે તેને સત્તા પર લાવી શકો અને ગમે તેને સત્તા પરથી હટાવી પણ શકો છો. તમારા મતાધિકારનો ઉપયોગ કરવા મારી અપીલ છે.

વધુમાં તેમણે કહ્યું કે પાદરાનો અને વડોદરાના અમારા કાર્યકરોનો તથા જનતાનો અવિશ્વસનીય સાથ મળ્યો છે અને જેને જોતાં કહી શકું કે આ વખતે વડોદરામમાં પરિવર્તનની લહેર આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X