કોંગ્રેસ દ્વારા સુરતમાં કરવામાં આવી ઉજવણી, કારણ વાંચો અહીં

Subscribe to Oneindia News

વિવાદિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી હિતેશ માખેચાનું પ્રોબેશન પીરીયડ પૂરું થઇ જતા મ્યુનીસીપલ કમિશનર દરખાસ્તથી કાયમી માટે પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. જે બાદ આજરોજ સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસ સભ્યો અને SMCના કોર્પોરેટરો દ્વારા હિતેશ મોખેચાને પદ પરથી દુર કરતા ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી. કોંગ્રેસી કાર્યકરો ગંગાજળ લઇ હિતેશ માખેચાની ઓફીસનું પણ શુદ્ધિકરણ કરવા પહોંચી ગયા હતા. હિતેશ માખેચાની ઓફિસની બહાર તેમની નેમ પ્લેટ પર ગંગાજળ નાખી શુદ્ધિકારણ કરવામાં આવ્યું હતું. પણ આ દરમ્યાન પોલીસ પહોંચી ગઈ હતી.

raid

જે બાદ પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે હળવો ઘર્ષણ થયો હતો. તે દરમ્યાન પોલીસ પર પણ ગંગાજળ કોંગ્રેસ દ્વારા છાંટવામાં આવ્યું હતું. જોકે પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોને વિરોધ કરતા અટકાવી તમામની અટકાયત કરી હતી. નોંધનીય છે કે હિતેશ માખેચા પોતાના કાર્યકાળ દરમ્યાન વિવાદમાં રહ્યા છે. તેમના પર ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ પણ લગાવામાં આવ્યા છે. કેશોદ બસ દુર્ઘટનામાં અસરગ્રસ્તોની સહાય માટે આવેલ રૂપિયામાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ તેમની પર લાગેલો છે.

English summary
Congress Celebrating For Education Committee Officer Expulsion In Surat.
Please Wait while comments are loading...