જેટલી ભોપાલ ટ્રેજડીના વકીલ છે અમે વાંક કાઢ્યો?, કપિલ સિબ્બલ મામલે કોંગ્રેસની સ્પષ્ટતા

Posted By:
Subscribe to Oneindia News

રામ મંદિર અને કપિલ સિબ્બલ મામલે ભારતીય જનતા પાર્ટીએ એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી હતી. તે પર કોંગ્રેસ એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે રામ મંદિર સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ જે કેસ લડી રહ્યા છે તે તેમનો વ્યક્તિગત મુદ્દો છે. અને તેની સાથે કોંગ્રેસને કોઇ લેવા દેવા નથી. સાથે જ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા આ પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે તે રીતે જોવા જઇએ તો ભાજપના નેતા અરુણ જેટલી પણ ભોપાલ ટ્રેજડીના વકીલ છે. તો શું આ સમગ્ર વાત માટે અમે ભાજપનો વાંક નીકાળીએ?સાથે જ તેમણે કહ્યું કે "કોંગ્રેસ હંમેશા ઇચ્છતી આવી છે કે રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરે. ભાજપે જ આ મામલે હંમેશા મંથરાનો રોલ ભજવ્યો છે."

congress

નોંધનીય છે કે રામ મંદિરની સુનવણી દરમિયાન તે કેસ લડી રહેલા કપિલ સિબ્બલે આ કેસ મામલે ચુકાદો 2019ની લોકસભાની ચૂંટણી પછી લાવવાની વાત કરી હતી. જે બાદ અમિત શાહે ભાજપ તરફથી એક પ્રેસ વાર્તા કરીને કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે એક તરફ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કરીને ગુજરાતમાં મંદિર મંદિર ફરી પોતાની શ્રદ્ધા બતાવી રહ્યા છે ત્યાં જ બીજી તરફ કોંગ્રેસના જ તેમના એક નેતા રામ મંદિરના ચુકાદાને પાછો ઠેલવવાની વાત કરી રહ્યા છે. જે મામલે કોંગ્રેસે ઉપરોક્ત સ્પષ્ટતા આપી હતી.

English summary
Congress clarified on Kapil sibal matter. Also called BJP "Manthra".

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.