કોંગ્રેસનું કાવતરું કર્ણાટકમાં મોદી મેજીકને રોકી શકશે?

ગાંધીનગર, 2 એપ્રિલ: કોંગ્રેસ પાર્ટી ઉત્સુકતા સાથે કર્ણાટક વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીની ભાગીદારીની રાહ જોઇ રહી છે. જો કે, કોંગ્રેસ પાર્ટી એવું માનીને ચાલી રહી છે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજ્યમાં ભાજપની હાર નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારી લઇને મચેલા હોબાળાને અસ્પષ્ટ રહશે.

ભાજપ કેન્દ્રિય નેતૃત્વમાં નરેન્દ્ર મોદીની વધતી જતી ભાગીદારીને એવી સંભાવના વધી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી પોતાની દાવેદારીને મજબૂત બનાવવા માટે રાજ્યમાં ચુંટણીના અખાડામાં ઉતરી શકે છે.

કોંગ્રેસનું માનવું છે કે આ ચુંટણીમાં તે કર્ણાટકમાંથી ભાજપને સત્તામાંથી ઉઘાડી ફેંકશે. કોંગ્રેસનો વિશ્વાસ સાતમા આસમાને છે કારણ કે તાજેતરમાં સ્થાનિક ચુંટણીઓમાં ભાજપને માત્ર ત્રણ સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જેથી મતદારો કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે તેવી આશા કોંગ્રેસ સેવી રહી છે.

narendra-modi

કર્ણાટકની ચુંટણી પહેલાં ભાજપમાં થયેલા ફેરબદલ અને રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના વધતા કદે ચુંટણીમાં નવી કડી જોડી દિધી છે. કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ કહી ચુક્યાં છે કે નરેન્દ્ર મોદીની પહેલી ચુનૌતી કર્ણાટકની ચુંટણીમાં થશે.

હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે નરેન્દ્ર મોદી આ લડાઇમાં ઉતરશે કે નહી, જો ભાજપ પોતે આ નિર્ણય કરી શકતી નથી ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી રાજ્યની ચુંટણીની કમાન સંભાળશે. આશાનું કિરણ એટલા માટે છે કે કારણ કે કર્ણાટકની જીત કોંગ્રેસની છબિ બદલી શકે છે. કોંગ્રેસે આ પહેલાં હિમાચલ પ્રદેશમાંથી ભાજપની સત્તા છિનવી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X