For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે કામદારોને અનુલક્ષીને 11મો મુદ્દો જાહેર કર્યો

|
Google Oneindia Gujarati News

gpcc-logo
અમદાવાદ, 22 ઑક્ટોબર : ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરાના ભાગરૂપે જાહેર કરવામાં આવી રહેલા ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨'ના વિવિધ મુદ્દાઓ પૈકી આજે 11મો મુદ્દો જાહેર કરવામાં આવ્યો હતો. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે જાહેર કરવામાં આવેલા મુદ્દાઓમાં વિવિધ યોજાનાઓ જાહેર કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ 11મો મુદ્દો જાહેર કરતા જણાવ્યું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ વિકાસ મુદ્દાઓનો અમલ કરશે. જેમાં કામદારો માટે કલ્યાણ બોર્ડ બનાવશે અને ૨૦૦૯ની વેન્ડર પોલીસીનો સંપૂર્ણપણે અમલ કરાવશે.

સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨' નો ૧૧મા મુદ્દામાં કહેવાયું હતું કે જો ગુજરાતમાં સત્તા પર આવશે તો કોંગ્રેસ લારી-ગલ્લા, પાથરણાવાળા, ફેરીયા અને રીક્ષાચાલકો સામુહિક વીમો, માઈક્રો ફાઈનાન્સ તથા ખાસ ઝડપી કોર્ટોનો લાભ લઇ શકશે. પ્લમ્બર, વાયરમેન, સુથાર, લુહાર, ટ્રક અને ટેક્સી ડ્રાયવરોની કળા કેળવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.) દ્વારા ખાસ રહેઠાણ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે.

English summary
Congress declared 11th issue for Gujarat praja vikas darshan 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X