For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AMCની ચૂંટણીમાં ખોટું સોગંદનામું કરનાર નીરવ કવિને બરખાસ્ત કરવાની કોંગ્રેસની માંગ

ગુજરાત પ્રદેશ કોગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતે કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપનો ચલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી ગયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત પ્રદેશ કોગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતે કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપનો ચલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપના જ ૨૦૨૧માં ચૂંટાયેલા કોર્પોરેટર નિરવ જગદીશભાઈ કવીએ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ નામથી ચૂંટણી લડી હતી. આ બાબતે ચૂંટણી કમિશનર સમક્ષ કોંગ્રેસના ઉમેદવાર જયકુમાર પટેલ દ્વારા લેખિત ફરીયાદ કરવામાં આવેલ હતી.

amc

નવરંગપુરા વોર્ડ 18ના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર નીરવ જગદીશભાઈ કવી. જેને પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી એક હિન્દુ નામથી ચૂંટણી લડી, પોતાનો સાચો મુસ્લીમ ધર્મ ખબર ના પડે તે માટે ઉમેદવારીપત્રમાં એફીડેવીટમાં પોતાની સાચી જન્મ તારીખ લખેલ નહી અને ખોટી જન્મ તારીખ લખીને ખોટુ હોવાનું જાણવા છતાં ખોટુ સોગંદનામું કરેલ. અને આ ખોટી જન્મ તારીખ ખોટી હોવાનું જાણવા છતાં તેના આધારે પોતાના ચૂંટણીકાર્ડ, આધાર જેવા અતિમહત્વના સરકારી દસ્તાવેજો બનાવી તેનો સરકારી કામમાં ઉપયોગ કરેલ છે. જેની જે ગંભીર પ્રકારનો ગુનો ફરીયાદ અમો ઉપરોક્ત તમામ જગ્યાએ કરેલ પરંતુ અહીથી કોઈ જ કાર્યવાહી ન થતાં. અમો ફરીયાદી ના છુટકે ન્યાય મેળવવા સારું કોર્ટનો સહારો લીધેલ અને અમોને ભારતની ન્યાય પ્રણાલીકા ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે. અમોને ચોક્કસ ન્યાય મળશે. જેમાં ફરીયાદી જયકુમાર પટેલે કેસ સાબિત કરવા માટે – નીરવ કવી જે સ્કુલમાં અભ્યાસ કરેલ હતો તેમને સાક્ષી તરીકે સ્કુલ જી.આર. સાહે હાજર રાખીને પુરાવો આપેલો જે પુરાવો નામદાર કોર્ટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ વિદ્યાવિહાર સ્કુલના ઓર્થોરાઈઝ વ્યક્તિ હાજર રહીને પુરાવો રજુ કરેલ જે જોતા તેમા સ્પષ્ટ પણે જણાઈ આવે છે કે. નિરવ જગદીશભાઈ કવીનો ધર્મે – મુસલમાન રાજ કવી મીર છે.

આમ નિરવ જગદીશભાઈ કવી પોતાનો સાચો ધર્મ છુપાવી હિન્દુ બહુમતી ધરાવતા નવરંગપુરા વોર્ડમાંથી ખોટા પુરાવાઓ બનાવી ખોટા હોવાનું જાણાવતા તેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણ દ્વારા ચૂંટણી જીતેલ છે જેની સાચી માહિતી નામદાર કોર્ટમાં રજુ થયેલ છે.

ઉપરોક્ત બાબતને સંજ્ઞાનમાં લઈને ચૂંટણી પંચે તાત્કાલીક નિરવ કવીને કોર્પોરેટર પદેથી બરખાસ્ત કરીને પોતાની નિષ્પક્ષતા પુરવાર કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

English summary
Congress demands dismissal of Nirav Kavi who filed false affidavit in AMC elections...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X