કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યોની હાકલપટ્ટી, જાણો કોણ કોણ?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી કોંગ્રેસ પાર્ટીએ ક્રોસ વોટિંગ કરનાર અને પાર્ટીના વ્હિપને અમાન્ય રાખનાર 14 ધારાસભ્યો પણ કાર્યવાહી કરતા તેમને 6 વર્ષ માટે નીકાળી દીધા છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ શંકર સિંહ વાઘેલાનું આવે છે. આમ પણ બાપુને કોંગ્રેસે પહેલા જ જાકારો આપ્યો હતો હવે અધિકૃત રીતે તેમના અને તેમના સમર્થકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ થયું હતું. પણ તે વખતે આવી કોઇ મોટી કાર્યવાહી કરવામાં નહતી આવી. પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણી પતી જતા જ તેમણે આ કાર્યવાહી કરી છે. ત્યારે નીચે વાંચો કયા કયા ધારાસભ્યોને કોંગ્રેસે તેમના પક્ષમાંથી નીકાળી દીધા છે.

congress
  • નીચે મુજબ નેતાઓને કોંગ્રેસમાંથી નીકાળવામાં આવ્યા છે. 

શંકરસિંહ વાઘેલા - કપડવંજ

મહેન્દ્રસિંહ વાઘેલા (શંકરસિંહના પુત્ર) -બાયડ

અમિત ચૌધરી -માણસા

કરમશી પટેલ- સાણંદના

ભોળા ગોહેલ- જસદણ

રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય

ધમેન્દ્રસિંહ જાડેજા -જામનગર

સી.કે.રાઉલ- ગોધરા

બલવંતસિંહ રાજપુત- સિધ્ધપુર

પ્રહ્લલાદ પટેલ- વિજાપુર

ર્ડા. તેજશ્રી પટેલ- વિરમગામ

રામસિંહ પરમાર- ઠાસરા

માનસિંહ ચૌહાણ - બાલાસિનોર

છના ચૌધરી- વાંસદા

list
English summary
Congress expels 14 Gujarat Congress MLAs expelled from party.
Please Wait while comments are loading...