વડોદરામાં મોદી વિરૂદ્ધ મધુસુદન મિસ્ત્રીનો જંગ જામશે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 માર્ચ: ગુજરાતની વડોદરા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલી દિધા છે અને હવે પાર્ટીના મહાસચિવ મધુસુદન મિસ્ત્રીને નરેન્દ્ર મોદી સામે મુકાબલો કરવા માટે મેદાને ઉતારવાની જાહેરાત કરી છે. સાથે જ આદર્શ હાઉસિંગ કૌભાંડને લઇને તેમની સાથે જોડાયેલા વિવાદોને નજરઅંદાજ કરતાં કોંગ્રેસે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને લઇને લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી મનીષ તિવારી લોકસભાની ચૂંટણી લડશે નહી અને તેમની લુધિયાણા સીટથી રવનીત સિંહ બિટ્ટુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગુજરાતની વડોદરા સીટ પરથી પાર્ટી ઉમેદવાર નરેન્દ્ર રાવતને ચૂંટણી મેદાનમાંથી દૂર કરવાની જાહેરાત કર્યા બાદ પાર્ટી મહાસચિવ મધુસુદન મિસ્ત્રીને નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ મેદાને ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્ર રાવતે પ્રાઇમરી યોજના હેઠળ ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાનું નામ પરત લઇ લીધું જેથી પાર્ટી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મજબૂત ઉમેદવાર ઉતારી શકે. જ્યારથી નરેન્દ્ર મોદીને લઇને ઉમેદવાર બનાવવાની જાહેરાત થઇ ત્યારબાદથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ત્યાંથી પોતાના ઉમેદવારને બદલશે.

mistry-modi

કોંગ્રેસ મહાસચિવ અજય માકને મધુસુદન મિસ્ત્રીના નામની જાહેરાત કરી અને સાથે જ અશોક ચૌહાણના ચૂંટણી લડવાના પર પ્રતિબંધ લગાવવામાં ન આવ્યો. તેમનો કેસ સુરેશ કલમાડી કરતાં અલગ હતો. સુરેશ કલમાડી વિરોદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવી ચૂક્યું છે પરંતુ કોર્ટે અશોક ચૌહાણ વિરૂદ્ધનો કેસ વિચારણા હેઠળ છે.

પાર્ટીએ ગત અઠવાડિયે સુરેશ કલમાડીને ઉમેદવાર બનાવવાની મનાઇ કરી દિધી હતી. તે પુણેથી પાર્ટીના સાંસદ છે. કોંગ્રેસે આજે પોતાના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાં તમિલનાડુથી ચાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બે-બે, પંજાબમાંથી ત્રણ અને મહારાષ્ટ્રથી એક ઉમેદવારના નામ સામેલ છે. આ સાથે જ પાર્ટી અત્યાર સુધી પોતાના 398 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. જલંધરના સાંસદ મોહિંદર સિંહ કાયપી હોશિયારપુરથી પાર્ટીના ઉમેદવર હશે જ્યારે સંતોષ કુમાર ચૌધરી જલંધરથી પોતાની કિસ્મત અજમાવશે.

English summary
The Congress has fielded its general secretary Madhusudan Mistry to take on Gujarat Chief Minister Narendra Modi from Vadodara. This comes hours after Narendra Rawat, the Congress's earlier choice against Mr Modi, withdrew from the race.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X