ડાંગ ભાજપમાં ગાબડું, પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થાય તે પહેલા જ ડાંગ જિલ્લાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ડાંગના સુબિર તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાનીમાં ભાજપના અનેક કાર્યકરોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

સુબિર તાલુકાના અંદાજે 30 જેટલા ભાજપના સક્રિય અગ્રણીઓ અને કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામ નેતાઓએ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. તેવામાં મંગળ ગાવિત જેવા કદાવર નેતાની 'ઘર વાપસી’ થી કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના મતે આ પક્ષપલટો ડાંગ ભાજપ માટે મોટો ઝટકો સાબિત થશે અને આગામી ચૂંટણીના પરિણામો પર તેની સીધી અસર પડશે.












Click it and Unblock the Notifications
