For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની સરકારોએ ગામડાંની અર્થવ્યવસ્થા મજબુત બનાવીઃ સાંસદ રાજીવ શુક્લા

કોંગ્રેસની સરકારોએ ગામડાંની અર્થવ્યવસ્થા મજબુત બનાવીઃ સાંસદ રાજીવ શુક્લા

By Desk
|
Google Oneindia Gujarati News

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશની જનતાએ પણ સરકાર બદલવાનું નક્કી કરી દીધું હોવાનું રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદ રાજીવ શુકલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું.

rajiv shukla

છત્તીસગઢમાં ગાય તથા અન્ય પશુઓના છાણના ૨ રૂપિયા કિલો ચુકવાઈ રહ્યાં છે જ્યારે પશુમુત્રના ૪ રૂપિયા લીટર દીઠ ચુકવાઈ રહ્યાં છે. જે પશુ દુધ નથી આપી શકતા તેને પણ તેના માલિકો સાચવી રહ્યાં છે અને રખડતા ઢોરોનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. આ યોજના ગુજરાતમાં પણ લાવવામાં આવશે. સરકાર પણ આ યોજનાથી નફો મેળવી રહી છે. છાણના દ્વારા વર્મી કંપોઝ કરી તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને અનેક ઘણો નફો મેળવી રહી છે એ જ પ્રમાણે ગૌ મુત્ર સાથે જડીબુટ્ટી મિલાવીને પેસ્ટ્રીસાઈઝ બનાવી રહી છે જે ૧૭ રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસની જ્યાં જ્યાં પણ સરકાર રહી છે ત્યાં ગામડાની અર્થવ્યવસ્થા વધુ મજબુત બની છે. કોંગ્રેસ જે કહે છે તે કરે છે, યુ.પી.એ. સરકાર વખતે ૭૦ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવામાં આવ્યો. રાજસ્થાન અને છત્તીસગઢ એ સરકારી કર્મચારી માટે જુની પેન્શન સ્કીમ અમલમાં મુકી છે. મનરેગાની આ જ લોકો મજાક કરતા હતા જ્યારે આજે તે વિશ્વની સૌથી વધારે રોજગારી આપતી સફળ સરકારી યોજના તરીકે વખણાઈ રહી છે.

ગુજરાત અને દેશની જનતા એ હવે નક્કી કરી લીધું છે કે, સારી અર્થવ્યવસ્થા માટે, સારી રોજગારી મેળવવા માટે, મોંઘવારી ઓછી કરવા માટે અને સુશાસન માટે જો કોઈ યોગ્ય પક્ષ હોય તો તે માત્ર કોંગ્રેસ છે.

English summary
Congress governments strengthened rural economy: MP Rajeev Shukla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X