For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે આખી ચૂંટણી આઉટસોર્સ કરી છે, ના નીતિ છે ના નેતા : અમિત શાહ

એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાસે ના તો કોઇ નીતિ છે ના જ કોઇ નેતા. તેણે આખી ચૂંટણી જ આઉટ સોર્સ કરી છે. જાણો આ અંગે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ન્યૂઝ 18 નેટવર્કના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોંગ્રેસે આખી ચૂંટણીને આઉટસોર્સ કરી રાખી છે. તેની પાસે ના તો કોઇ વિઝન છે ના જ કોઇ નીતિ કે નેતા. અને સાથે જ તેની પાસે કોઇ વિકાસનું મોડલ પણ નથી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ખાલી ગુજરાતના વિકાસ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. પણ હકીકત એ છે કે અમેઠીનો પણ તે વિકાસ નથી કરી શક્યા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં રહેવા છતાં પણ ગુજરાતનું પુરું ધ્યાન રાખી રહ્યા છે. રાહુલ ગાંધી પર બોલતા અમિત શાહે કહ્યું કે જો વિકાસ પાગલ છે તો તે સાબિત કરીને બતાવો. તેમણે કહ્યું તે કોંગ્રેસ કોના નેતૃત્વમાં આ ચૂંટણી લડશે તે પણ સ્પષ્ટ નથી કરી શકે. આ ચૂંટણીના મુખ્યમંત્રી પદના દાવેદાર ભરત સિંહ સોલંકી છે કે શક્તિ સિંહ તે અંગે પણ કોંગ્રેસ પાસે સ્પષ્ટતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગુજરાતમાં ફરી ફરીને રોજગાર નથી તેવું ગાણું ગાઇ રહ્યા છે પણ હકીકત એ છે કે અમેઠી અનેક લોકો ગુજરાત આવીને કામ કરી રહ્યા છે.

Amit Shah

રોજગારી પર અમિત શાહે કહ્યું કે 125 કરોડની આબાદી વાળા દેશમાં યુવાઓને કોઇ પાર્ટી નોકરી નહીં આપી શકે તે બસ તેમને સ્વરોજગાર દ્વારા સ્વાલંબિત કરી શકે છે. યુપીમાં પણ ઉત્તર પ્રદેશની જનતાએ જાતિ દેખીને વોટ નથી આપ્યો. સાથે જ તેમણે કહ્યું કે આગામી ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં જ લડાશે. સરદાર પટેલના સવાલ પર અમિત શાહે કહ્યું કે અમે સરદાર પટેલને છીણવી નથી રહ્યા ખાલી કોંગ્રેસ તેમના નામને સંભાળવા નથી માંગતી. અને અત્યાર સુધી સરદાર પટેલના નામ પર કોંગ્રેસે શું કર્યું તે તમે રેકોર્ડ નીકાળીને જોઇ લો. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ દર વખતે લોકોની સાથે રહી છે. પૂર વખતે કોંગ્રેસ પાર્ટીના નેતા ફાઇવ સ્ટાર હોટલમાં જઇને રહેતા હતા. સાથે જ તેમણે કહ્યું કે તે ગુજરાતને સંપૂર્ણ વિકસિત રાજ્યની તરફ લઇ જવા માંગે છે. કોંગ્રેસની વાપસી પર બોલતા અમિત શાહે કહ્યું કે જો કોંગ્રેસને 1995 પછી ગુજરાતમાં તેની વાપસી દેખાય છે તો સારી વાત છે. પણ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે.

English summary
Congress has outsourced Gujarat elections. They neither have strategy or a leader : Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X