ભરૂચ દૂર્ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપનો ઉધડો લીધો, કહ્યું- ગુજરાત મૉડલની પોલ ખુલી
Bharuch Unemployment Video: અંકલેશ્વરની એક હોટલમાં બેરોજગાર યુવાનોની નાસભાગના વીડિયોએ ભાજપના ગુજરાત મૉડલની પોલ ખોલી દીધી છે. ચૂંટણી દરમિયાન આપવામાં આવતા રોજગારીના દાવાઓની હકીકત એ છે કે રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ભરૂચ જિલ્લામાં એક ખાનગી કંપનીએ હોટલમાં 10 જગ્યા માટે વૉક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. જેમાં એટલી ભીડ થઈ ગઈ હતી કે હોટલની રેલિંગ પણ તૂટી ગઈ.

ભરુચમાં બનેલા આ ચોંકવનારા કિસ્સા બાદ કોંગ્રેસે ભાજપના ગુજરાત મૉડલ પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કરીને કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી આ બેરોજગારીના મૉડલને આખા દેશ પર થોપી રહ્યા છે.
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યુ હતુ કે ગુજરાતમાં સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો અને લાખો યુવાનોને રોજગારી આપવાનું વચન પણ આપેલું તેમ છતાં ભરુચ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ખૂબ મર્યાદિત પોસ્ટ માટે યુવાનોની આટલી ભીડ એકઠી થાય તે સાચું ચિત્રણ કરી બતાવે છે. કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલ સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાધાન્યતાના કાયદાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યુ કે કરોડો રૂપિયાની ટેક્સ માફી કરવામાં આવે છે, અબજો રૂપિયાની જમીન બારોબાર લેવાની અને નોકરી આપવા માટે ઠેંગો બતાવવાનો. વાઇબ્રન્ટથી માત્ર ભાજપના મળતીયાઓને જ ફાયદો થયો છે. જ્યારે વાઇબ્રન્ટ થયો છે ત્યારે ભાજપની તિજોરી ભરાઈ છે. સરકારની નિયત સાફ હોય તો તેમણે બતાવવું જોઈએ કે કેટલી કંપનીઓને જમીન આપવામાં આવી અને કેટલા ગુજરાતીઓને નોકરી આપવામાં આવી.
વાસ્તવમાં, ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા અંકલેશ્વરની એક હોટલમાં ખાનગી કંપનીએ 10 જગ્યા માટે વૉક ઈન ઈન્ટરવવ્યુ ગોઠવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈ ગયા હતા. ભીડ એટલી વધી ગઈ કે તેના કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ. પહેલા પહોંચવા માટે યુવાનોએ કરેલી ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઈ અને સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં 29 જિલ્લાઓમાં 2,38,978 શિક્ષિત બેરોજગારો અને 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો છે. જેમાં સૌથી વધુ બેરોજગારો રાજકોટ, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં છે.ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં માત્ર 32 શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મળી છે.
नरेंद्र मोदी का गुजरात मॉडल
— Congress (@INCIndia) July 11, 2024
गुजरात के भरूच में एक होटल की नौकरी के लिए बेरोजगारों की भारी भीड़ जुट गई.
हालात ऐसे बने कि होटल की रेलिंग टूट गई और गुजरात मॉडल की पोल खुल गई.
नरेंद्र मोदी इसी बेरोजगारी के मॉडल को पूरे देश पर थोप रहे हैं. pic.twitter.com/1GPXkqeMsk
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
