ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલે મેળવી જીત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થયા છે. જે મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલની આ ચૂંટણીમાં જીત થઇ છે. અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં 44 વોટ મળ્યા છે. ભારે મુશ્કેલી બાદ કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળતા કોંગ્રેસી નેતાઓએ મધરાતે આ જીતને દિવાળીની જેમ ઉજવી હતી. ગાંધીનગર ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ જ્યાં આ ખુશી ઉજવી હતી.

ત્યાં જ અહમદ પટેલ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે. અને આ માત્ર એક જીત નથી પણ પૈસા, પાવર અને રાજકીય પાવરનો સૌથી ખરાબ રીતે ઉપયોગ કરતી શક્તિઓની પણ હાર છે. સાથે જ તેમણે આ જીત પછી તમામ ધારાસભ્યોનો પણ આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે અહમદ પટેલની આ જીત બાદ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ તેમને આ જીત માટે શુભેચ્છાઓ પાઠવી છે. મંગળવાર થયેલા ક્રોસ વોટિંગ પછી જ્યાં અહમદ પટેલની જીતની સંભાવનાઓ ઓછી લાગતી હતી. ત્યાં આજે નવા ફેરફાર થતા તેમની 44 મતોથી જીતને અનેક રીતે ભાજપ વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠાની મોટી જીત રૂપે જોવામાં આવી રહી છે.

English summary
Congress leader Ahmed Patel retains Rajya Sabha seat from Gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.