For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ 101 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ 101 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી કાલે હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે. તેમને કોરોના થયો હતો, જેને માત આપવામાં તેમને ઘણો સમય લાગ્યો. અહીંની કોવિડ 19 હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે સતત 101 દિવસના ઈલાજ બાદ ગુરુવારે તેમને રજા આપી દેવામાં આવશે. એશિયા મહાદ્વીપમાં ભરતસિંહ સોલંકી એકમાત્ર એવા દર્દી નીકળ્યા જેમનો ઈલાજ 101 દિવસ લાંબો ચાલ્યો હોય.

101 દિવસ બાદ ડિસ્ચાર્જ થશે

101 દિવસ બાદ ડિસ્ચાર્જ થશે

પોતાના ઉપચારના દિવસોમાં ભરતસિંહ સોલંકીએ 51 દિવસ સુધી તો આઈસીયૂમાં રહેવું પડ્યું. હવે તેમનો કોરોનાનો ઈલાજ થઈ ચૂક્યો છે. તેઓનો કોરોનાનો સૌથી લાંબો ઈલાજ ચાલ્યો. સ્વસ્થ થવા પર ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, 'ડૉક્ટર જ ધરતી પર બીજા ભગવાન છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફે મારી ખુબ દેખભાળ કરી છે.'

ભરતસિંહ સોલંકી શું બોલ્યા

ભરતસિંહ સોલંકી શું બોલ્યા

સોલંકીએ પોતાના કારોબારીઓને એમ પણ કહ્યું કે, મારા માટે દુવા માંગનારાઓનો આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસના નેતા, કાર્યકર્તા અને મારા શુભચિંતકોએ મારા માટે જે પ્રાર્થના, દુવા અને પૂજા પાઠ કર્યા, તે બધાનું ફળ મને નવા જીવનના રૂપમાં મળ્યું અને તેના માટે હું હંમેશા બધાનો આભારી રહીશે.

23 જૂન 2020ના રોજ દાખલ થયા હતા

23 જૂન 2020ના રોજ દાખલ થયા હતા

જણાવી દઈએ કે સોલંકીને 23 જૂન 2020ના રોડ વડોદરા સ્થિત કોવિડ 19 હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયામાં જ તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં રેકોર્ડ 101 દિવસ સુધી તેમનો ઈલાજ ચાલતો રહ્યો. હવે કાલ તેઓ ખુદ ચાલીને પોતાના ઘરે પરત ફરશે. તેઓ ખુદ પત્રકારોને મળી પોતાનો અનુભવ શેર કરશે.

પૂર્વ સીએમના દીકરા છે સોલંકી

પૂર્વ સીએમના દીકરા છે સોલંકી

ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીના દીકરા છે. ડૉ મનમોહન સિંહની સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂકેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અસ્થમા અને ડાયાબિટિઝથી પીડાતા હોવાથી ભરતસિંહ સોલંકી માટે કોરોનાને માત આપવી અઘરી હતી.

મુખ્યમંત્રીએ ફોન પર હાલ જાણ્યા

મુખ્યમંત્રીએ ફોન પર હાલ જાણ્યા

ભરતસિંહ સોલંકી હોસ્પિટલે દાખલ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ ફોન પર તેમની સાથે વાતચીત કરી અને જલદી જ સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. હવે સાજા થઈ તેમનું પરત ફરવું કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓ માટે એક ઉદાહરણ હશે.

BJP, JDU અને LJP મળીને લડશે ચૂંટણી, નીતિશ કુમાર રહેશે સીએમ કેંડિડેટ: ભુપેન્દ્ર યાદવBJP, JDU અને LJP મળીને લડશે ચૂંટણી, નીતિશ કુમાર રહેશે સીએમ કેંડિડેટ: ભુપેન્દ્ર યાદવ

English summary
Congress leader Bharatsinh Solanki defeated Corona in 101 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X