For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરતસિંહ સોલંકીનું રામશીલા અંગેનું નિવેદન સૂચક કે ભુલ

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે તો રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનો ભુલ નહી પણ કોઇ ચોક્કસ હેતુ કે રાજકીય કુનેહના ભાગરૂપે જ કરવામાં આવતાં હોય છે. રાજકીય નેતાઓના નિવેદનો વિપક્ષી દળ માટે એક મુદ્દો પુરો પાડતાં હોય છે તો, ક્યારેક આવા મુદ્દાઓ સામાપક્ષને સંજીવનીનું કામ કરતાં હોય છે. રાજકીય નિવેદન કરવામાં નેતાઓ ક્યારેક બફાટ કરી નાખતાં હોવાના કારણે તે પાર્ટીને બચાવની મુદ્દામાં આવી જવાની સ્થિતિ ઉભી થતી હોય છે. ત્યારે, આ વખતે એવો જ એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ છંછેડ્યો છે.

bharatsinh solanki

ભરતસિંહ સોલંકીના નિવેદનને જે રીતે રજૂ કરવામા આવી રહ્યું છે, તે પ્રમાણે તેમના તેમનો કહેવાનો અર્થ ન પણ હોય. પરંતું, જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે તેને મુદ્દો બનાવીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે જોતાં, લાગે છે કે, કોંગ્રેસના નેતાએ આ મુદ્દો ઉછાળીને લોકોના રોષનો ભોગ બનવું પડી શકે છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિરના નિર્માણ માટે એકઠી કરેલી શીલાએ પર કૂતરાં પેશાબ કરતાં હતાં. આ નિવેદન આપીને કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઇ છે. જ્યારે, ભાજપને ભાવતો મુદ્દો મળી ગયો છે.

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે, 2022ના અંત સુધીમાં ગમે ત્યારે, ચૂંટણી યોજાઇ શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ધાર્મિક મુદ્દાને માર્મિક રીતે ઉછાળે છે કે, સહજ ભુલથી ઉછાળે છે તે ગુજરાતની જનતા સમજી શકી નથી. એક તરફ રાજ્યમાં છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ રાજકીય વનવાસ વેઠી રહી છે. ત્યારે, આ નિવેદનથી ભાજપ બહુમત જનતાની લાગણી છંછેડી મતોના ધ્રુવિકરણ કરવામાં સફળ રહેશે કે આવા રાજકીય ફાયદાકારક નિવેદન કરવા ફરીથી કોઇ કોંગ્રેસી નેતાના નિવેદનનો સહારો લેવાશે તે રાજકીય તમાશો ગુજરાતની જનતાને જોવાનો રહેશે.

English summary
congress leader bharatsinh solanki statement on ramshila is tactic or human error
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X