For Quick Alerts
For Daily Alerts
મોદીજીને મનની વાત કહેવી ગમે છે પણ સાંભળવી નહીં: રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે તેમના સંવાદના કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના યુવરાજે આવતાની સાથે જ પીએમ મોદી અને ગુજરાત સરકાર પર એક પછી એક વાક બાણ ચલાવવાની શરૂઆત કરી લીધી હતી. રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં મીડિયાથી લઇને જીએસટી અને ગુજરાતમાં કોની ટિકિટ મળશે તે પર ટિપ્પણી કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં શું કહ્યું વિગતવાર વાંચો અહીં.
- તેવા પણ લોકો છે જે મોદીજીના વિરુદ્ધ લખવા માંગે છે પણ સરમુખત્યારશાહીના આ સમયે તેમને દબાવવામાં આવી રહ્યા છે.
- જો કોઇએ કોંગ્રેસ પાર્ટીને અંદરથી હરાવાનું કામ કર્યું તો તેને કોંગ્રેસમાં જગ્યા નહીં અપાય.
- અમારા જે કોંગ્રેસી કાર્યકર્તાઓ જમીની લેવલ પર આરએસએસ અને ભાજપની સાથે લડી રહ્યા છે પાર્ટી તેને જ ટિકિટ આપશે.
- મીડિયાને ખેડૂતો અને નાના વેપારી નહીં મોદીજીના 2-4 મિત્રો ચલાવે છે.
- જીએસટી પર બોલતા કહ્યું કે અમે સરકારને જીએસટીમાં આટલા સ્લેબ ના રાખવા માટે સૂચન કર્યું હતું. સાથે જ 18 ટકા સુધી જ જીએસટી લિમિટ રાખવાનું કહ્યું હતું.
36,000 cr bank loan aur total 60,000 cr, Gujarat ke kisaano ke karze se do gunah zyada paisa Modi ji ne Nano banane ke liye Tata ko diya: RG pic.twitter.com/0rN1EtcY96
— ANI (@ANI) September 4, 2017
- મોદીજીએ 500 અને 1000 રૂપિયાની નોટ જોઇ તેમને ના ગમે એટલે નોટબંધી કરી બદલી.
- નોટબંધી પછી 99 ટકા નોટો પાછી આવી ગઇ પણ તેનાથી જીડીપી ઓછી થઇ
- આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ આવશે. ગુજરાતની ચૂંટણીની વડાપ્રધાન પણ ડરેલા છે.
- યુપીએ સરકાર હતી ત્યારે અમે તમામ ખેડૂતોના હિતોનું ધ્યાન રાખ્યું છે.
- પાટીદારોને કોંગ્રેસની સરકાર સરકારી નોકરીમાં સ્થાન આપશે.
- ગુજરાતના ખેડૂતોના દેવા કરતા બે ધણા રૂપિયા મોદીજીએ ટાટાને નેનો બનાવવા માટે આપ્યા હતા.
- મોદીજીને મનની વાત કહેવી ગમે છે પણ સાંભળવી નહીં
- નોટબંધીથી આતંકવાદને નુક્શાનની વાત કરતા મોદીજીના રાજમાં કાશ્મીરમાં આંતકવાદ વધી રહ્યો છે.
- ગુજરાતમાં નાના વેપારીઓ માટે સરકાર કંઇ નથી કરી રહી.
- શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં લોકોની પૈસા છણવી રહી છે. ડિગ્રી પછી પણ અહીં રોજગારી નથી મળી રહી.
- બહારથી આવેલા નેતાઓને ટીકિટ નહીં મળે.
- ભારતના નાના ઉદ્યોગો ચીનને પણ ટક્કર આપવા સક્ષમ છે.
- કોંગ્રેસ આવશે તો નાના વેપારીઓને પ્રોત્સાહિત કરાશે.