For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્ગી-પ્રિયંકા નથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક!

By Super
|
Google Oneindia Gujarati News

digvijay_priyanka
અમદાવાદ, 28 નવેમ્બર: કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા આવનારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. યાદીમાં કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ છે, પરંતુ તેમાં બહુ બોલકણા દિગ્વિજય સિંહ અને યુપીમાં પ્રચાર કરનારા પ્રિયંકા ગાંધીનું નામ ગાયબ છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે, દિગ્ગી પર કોંગ્રેસને વિશ્વાસ નથી અને પ્રિયંકાનો જાદૂ ગુજરાતમાં નહીં ચાલે તેવી કોંગ્રેસને આશંકા છે.

ઉત્તરપ્રદેશમાં થયેલી ચૂંટણી દરમિયાના પ્રિયંકા ગાંધીએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. તે રાહુલ ગાંધીનો પડછાયો બનીને પાર્ટીના પ્રચારમાં જોવા મળતાં હતાં પરંતુ યુપીમાં તેમનો જાદૂ ચાલ્યો નહીં અને કોંગ્રેસ સત્તા પર આવી શક્યું નહીં. ગુજરાતમાં ડિસેમ્બરની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનો સમાવેશ નહીં કરીને કોંગ્રેસે એક એવી ચર્ચા વહેતી કરી મુકી છે કે શું યુપીમાં થયેલા પરાજય બાદ કોંગ્રેસને આશંકા છે કે કદાચ ગુજરાતમાં પણ તે કોઇ જાદૂ ચલાવી શકશે નહીં.

હંમેશા પોતાના વાક પ્રહાર અને બોલકાપણાના કારણે ચર્ચામાં રહેલા દિગ્વિજય સિંહના નામને પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવાયું નથી. દિગ્વિજય સિંહ દ્વારા તાજેતરમાં નરેન્દ્ર મોદી, રામ જેઠમલાણી અને નિતિન ગડકરીને લઇને અનેક પ્રહારો મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કર્યા હતા. એવી સંભાવનાઓ હતી કે મોદી પર ગુજરાતમાં પ્રહાર કરવા માટે કોંગ્રેસ તેમના આ બોલકા પ્રચારકને જરૂરથી લાવશે પરંતુ લાગે છે, કોંગ્રેસ ચેતી ગઇ છે અને તે ગુજરાતની ચૂંટણીમાં કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી કરવા માંગતુ નથી, તેથી તેમણે દિગ્વિજય સિંહને સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવયા નથી. અહીં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી આપવામાં આવી છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો
સોનિયા ગાંધી
ડો. મનમોહન સિંહ
રાહુલ ગાંધી
સુશિલ કુમાર શિંદે
ગુલામ નબી આઝાદ
અહેમદ પટેલ
સીપી જોશી
સલમાન ખુર્શીદ
દિનશા પટેલ
મુકુલ વાસનિક
મોહન પ્રકાશ
અર્જુન મોઢવાડિયા
શક્તિસિંહ ગોહિલ
શંકરસિંહ વાઘેલા
ભરતસિંહ સોલંકી
તુષાર ચૌધરી
શિલા દિક્ષિત
અશોક ગેહલોત
પૃથ્વીરાજ ચૌહાણ
બીએસ હૂડા
અશોક તનવર
સચિન પાઇલોટ
જ્યોતિરાદિત્ય સિંધિયા
આરપીએન સિંહ
જિતેન્દ્ર સિંહ
નમો નારાયણ મીના
અજય માકણ
સિદ્ધાર્થ પટેલ
રાજ બબ્બર
મોહમ્મદ અઝહરુદ્દિન
મુધુસુદન મિસ્ત્રી
સંજય નિરુપમ
વિઠ્ઠલ રાદડિયા
જગદિશ ઠાકોર
ઇર્શદ મિર્ઝા
સંજય દત્ત
કદિર પિરઝાદા

English summary
Congress Leaders, who would be campaigning, for the First phase of general elections to be held on 13th December, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X