For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસ સિલિન્ડરના નામે પ્રજાને મુર્ખ બનાવે છે કોંગ્રેસઃ મોદી

|
Google Oneindia Gujarati News

narendra modi
ઇડર, 20 ઑક્ટોબરઃ ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે સાબરકાંઠાના પોશિના ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મેદનીને સંબોધી હતી અને કોંગ્રેસ તથા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર જૂઠ્ઠાણું ફેલાવી રહી છે, સિલિન્ડરના નામે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દેશની જનતાને મુર્ખ બનાવી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સબસિડી વગરના ત્રણ ગેસના બોટલ આપવામાં આવશે, પરંતુ શું ખરેખર આ ગેસના બોટલ આપવામાં આવ્યાં છે ખરા? જો આપવામાં આવ્યા છે તો કોંગ્રેસ પ્રજાને જણાવે, પરંતુ અપાયા નથી કોંગ્રેસ સિલિન્ડરના નામે પ્રજાને મુર્ખ બનાવી રહી છે.

પોશીના ખાતે નરેન્દ્ર મોદીએ લોકોને જણાવ્યું હતું કે "મારી યાત્રાઓમાં ઘણીવાર લોકો મને પૂછતા કે, તમે આટલા રૂપિયા લાવો છો ક્યાંથી? મારે કહેવું છે કે મોદી આટલા રૂપિયા એટલા માટે લાવે છે કે મોદીને રૂપિયા ખાનારો જમાઇ નથી. મારું કુટુંબનું છ કરોડ લોકોનું છે. આ રૂપિયા મારે તેમના માટે ખર્ચ કરવા છે."

સોનિયા ગાંધી પર પ્રહારો કરતા મોદીએ 2007ની ચૂંટણીને યાદ કરી કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 2007માં છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી પરંતુ એ આખા વિસ્તારમાં કોંગ્રેસ ધોવાઇ ગયું હતું, આ વખતે તેમણે તેની દિશા બદલી છે અને તેઓ રાજકોટ આવ્યાં પરંતુ તેમણે ભલે તેમની દિશા બદલી પણ કોંગ્રેસની દશા બદલાવાની નથી, રાજકોટમાં પણ તેમના સુપડાસાફ થવાના છે.

મુખ્યમંત્રી મોદીએ જાહેર કર્યું હતું કે ગાંધીનગરમાં તે કોઇ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતની તિજોરીનો ચોકીદાર થઇને બેઠો છું અને હું આ તિજોરી પર કોઇ પંજો પડવા નહીં દઉં. બધા કહે છે કે મોદી વિકાસ માટે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે પરંતુ આ પૈસા છ કરોડ ગુજરાતીઓના છે, જે પહેલા બીજાના ખિસ્સામાં જતા હતા.

English summary
Addressing crowd at Poshina in Sabarkantha Modi said that congress makes people goofy on gas cylinder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X