For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્પેશ ઠાકોર ચાર વિધાયકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે

મળતી માહિતી અનુસાર કોંગ્રેસ વિધાયક અને ઠાકોર સેના સુપ્રીમો અલ્પેશ ઠાકોર પોતાના ચાર સાથી વિધાયકો સાથે ભાજપમાં શામિલ થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ વિધાયક અને ઠાકોર સેના સુપ્રીમો અલ્પેશ ઠાકોર પોતાના ચાર સાથી વિધાયકો સાથે ભાજપમાં શામિલ થઇ શકે છે. જયારે કોંગ્રેસના સેવા નિવૃત સિનિયર નેતા શંકર સિંહ વાઘેલા એનસીપી જોઈન કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલ

અલ્પેશને મળ્યા શંકર ચૌધરી

અલ્પેશને મળ્યા શંકર ચૌધરી

આવનારી લોકસભા ચૂંટણી 2019 પહેલા ગુજરાતમાં ફરી એકવાર રાજનૈતિક સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસ વિધાયક અલ્પેશ ઠાકોરે અંબાજીથી એકતા યાત્રાનું આયોજન કર્યું છે. તેમને યાત્રા જયારે દિયોદર પહોંચી ત્યારે ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી તેમને મળવા ગયા હતા. સોશ્યિલ મીડિયા પર શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ફોટો વાયરલ થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર પોતાના ચાર વિધાયકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે.

અલ્પેશ ઠાકોરને પાટણ સીટથી ઉમેદવાર બનાવી શકાય છે

અલ્પેશ ઠાકોરને પાટણ સીટથી ઉમેદવાર બનાવી શકાય છે

ભાજપ એવો પ્લાન બનાવી રહી છે કે અલ્પેશ ઠાકોરને પાટણ લોકસભા સીટથી કેન્ડિડેટ બનાવવામાં આવે અને તેમની ખાલી થનાર રાંધનપુર વિધાનસભા સીટથી શંકર ચૌધરીને મેદાનમાં લાવવામાં આવે. જયારે બીજી બાજુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રતિપક્ષ નેતા શંકર સિંહ વાઘેલા 29 જાન્યુઆરીએ ઔપચારિક રૂપે એનસીપી સાથે જોડાઈ શકે છે.

શંકર સિંહ વાઘેલા એનસીપી સાથે જોડાઈ શકે છે

શંકર સિંહ વાઘેલા એનસીપી સાથે જોડાઈ શકે છે

અમદાવાદમાં 29 માર્ચે એનસીપી કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન થવા જઈ રહ્યું છે, જેમાં શંકર સિંહ વાઘેલા અને એનસીપી સુપ્રીમો શરદ પાવર હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા શંકર સિંહ વાઘેલા એનસીપી સાથે જોડાઈ શકે છે અને લોકસભા ચૂંટણી પણ લડી શકે છે. જો આવું થયું તો શંકર સિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુસીબત ઉભી કરી શકે છે.

English summary
Congress MLA Alpesh Thakor may be included in BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X