અહેમદ પટેલનું રાજ્યસભા માટે જીતવું મુશ્કેલ? કારણ છે આ

Posted By:
Subscribe to Oneindia News

શંકર સિંહ વાઘેલાના રાજીનામા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ એક પછી એક વધતી જાય છે. રાજ્યસભાની ચૂંટણી અહેમદ પટેલ નામંકન પત્ર તો ભરી દીધો છે પણ બાળવંતસિંહ અને તેજશ્રી બેન એમ કોંગ્રેસના બે સભ્યાએ આજે તેમના MLA પદથી રાજનામું આપતા કોંગ્રેસ અને અહેમદ પટેલ બન્ને મુશ્કેલીમાં મૂકાયા છે. ઉલ્લેખની છે કે તેવી પણ સંભાવના છે કે બાળવંતસિંહ આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે જેને ભાજપ ટેકો આપશે. તમને જણાવી દઇએ કે બાળદેવ સિંહ રાજપુત શંકર સિંહ વાઘેલાના વેવાઇ થાય છે. અને છેલ્લી ઘડીએ તેમણે એમ કહીને રાજીનામું આપ્યું છે કે પક્ષમાં 35 વર્ષથી હોવા છતાં પણ કોઈના સગા હોવાથી શંકાઓ વ્યક્ત કરવામાં આવે છે.

Congress MLA

કૉંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય બાળદેવસિંહ રાજપુત અને તેજશ્રી બેને એક સાથે રાજીનામું આપતા જ્યાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે ત્યાં જ ભાજપની આ રાજરમતથી સીધો ફાયદો મળ્યો છે. એટલું જ નહીં કોંગ્રેસ 11 ધારાસભ્યો શંકસિંહ વાઘેલાના સમર્થનમાં છે તે વાત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે પણ બહાર આવી હતી. જ્યારે ક્રોસ વોટિંગ થયું હતું. અહેમદ પટેલના રાજ્યસભાની નોમિનેશન વખતે પણ 11 ધારાસભ્યો ગેર હાજર રહ્યા હતા. જો કે ત્યારે કોંગ્રેસે વરસાદનું બહાનું મીડિયા આગળ ચલાવ્યું હતું.

રાજ્યસભામાં અહેમદ પટેલને જીતવા માટે 47 મતોની જરૂર છે. એક દિવસ પહેલા કોંગ્રેસ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેની પાસે 57 મત છે. પણ જો તેમાંથી 11 લોકો ફરી ક્રોસ વોટિંગ કરે તો અહેમદ પટેલને જીતવું મુશ્કેલ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બાળવંતસિંહ રાજપૂત આવતીકાલે રાજ્યસભા માટે નામાંકન નોંધાવશે જેને ભાજપ ટેકો આપશે જો આમ થાય તો કૉંગ્રેસ ના ઉમેદવાર અહેમદ પટેલનું રાજ્ય સભામાં જીતવું તો મુશ્કેલ બનશે.

English summary
Gandhinagar : Congress MLA BalvantSinh Rajput and Tejashree Ben Patel resignation
Please Wait while comments are loading...