હીરાબાને કોંગ્રેસ કર્યા હેરાન, તો ભાજપ ઉચ્ચારી આ ચિમકી

Posted By:
Subscribe to Oneindia News

પ્રધાનમંત્રીના 95 વર્ષનાં માતૃશ્રી હીરાબાના નિવાસ સ્થાને પહોંચવાના નિષ્ફળ પ્રયાસ સાથે કાર્યક્રમ કરીને કોંગ્રેસે પોતાની હલકી અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આ તેવર હતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીના, જેમણે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની માતા હિરા બાના ઘરે જઇને નલિયા દુષ્કર્મનો વિરોધ કર્યો હતો. વધુમાં વધાણીએ કહ્યું કે કોંગ્રેસે રાજકીય, સામાજીક પરંપરા અને સભ્યતાને સમજીને ઘર અને કુટુંબીજનો સામેનાં કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ. આ વાત કોંગ્રેસનું વિચારોનું, કાર્યક્રમોનું કેટલું નિમ્નસ્તર છે અને તે પરથી કોંગ્રેસની ગંદી અને નબળી માનસિકતાનું પ્રતિબિંબ વ્યક્ત થાય છે.

jitu

ભાજપે કોંગ્રેસના આ કાર્યક્રમ સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા અને તેમનું કુટુંબ એક સામાન્ય પરિવારની જેમ રહે છે. તેમનો સમગ્ર પરિવાર રાજકારણથી દૂર છે. તેમની જીવન પદ્ધતિ અને વ્યવહાર એક સામાન્ય નાગરિક જેમ જ વિતાવી રહ્યા છે. અગાઉ જેટલાં પ્રધાનમંત્રીઓ હતાં તેમના પરિવાર કેવાં વૈભવી ઠાઠ-માઠનાં સરકારી સુખ-સગવડમાં રહેતાં હતાં. તે દેશની જનતા જાણે છે. પરંતુ જે રીતે કોંગ્રેસે 95 વર્ષનાં માતૃશ્રી હીરાબાને સાંકળીને કાર્યક્રમ કર્યો છે તે નિમ્નસ્તરનો છે.

Read also: અમદાવાદના ધરતી કોમ્પેલક્ષમાં થયો આગનો ધડાકો

વાઘાણીએ વધુમાં ચિમકી ઉચ્ચારતા કહ્યું કે ભાજપનાં ૧ કરોડ પ્રાથમિક સભ્યો છે. જો ભાજપનાં કાર્યકર્તાઓ કોંગ્રેસનાં નેતાઓનાં ઘરે જવાનું શરૂ કરશે તો કોંગ્રેસના નેતાઓને પણ બહાર નીકળવાનું મુશ્કેલ થઈ શકે છે, પરંતુ તે ઉચિત નથી. અમને અમારા સંસ્કારો આ પ્રકારના જવાબો આપતાં રોકે છે. કોંગ્રેસ કેવા પ્રકારનાં નકારાત્મક કાર્યક્રમો આપે છે ? કેવા પ્રકારની યાત્રા કાઢે છે ? અને સમાજમાં શું સંદેશો આપવા માંગે છે કોંગ્રેસ દેશમાં ગુજરાતનાં સંસ્કારીતા, અસ્મિતાને બદનામ કરવાનાં પ્રયાસ કરે છે.

congress hira ba virodh

નોંધનીય છે કે જીતુ વાઘાણી હાલ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા હેઠળ ગુજરાતના ગામે ગામ ફરી રહ્યા છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપા સરકારની પેસા યોજનાનો પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં હાલમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત આવેલા રેલ પ્રધાન સુરેશ પ્રભુને પણ કાળા વાવટો પહેરાવવામાં આવ્યો હતો. જે પર પણ ભાજપે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

English summary
Congress protest at Hira ba's house, Bjp gives this warning. Read here more.
Please Wait while comments are loading...