ચૂંટણી આયોગ પર કોંગ્રેસનો હુમલો, મોદી પર પણ લગાવ્યો આક્ષેપ

Posted By:
Subscribe to Oneindia News

ઉલ્લેખનીય છે કે જે રીતે ગુરુવારે ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશની જ ચૂંટણી તારીખોની જાહેરાત કરી અને ગુજરાતની ચૂંટણીની જાહેરાતોને ટાળી તે જોતા કોંગ્રેસે હવે આ અંગે વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એક્ટોબરના રોજ ગુજરાત આવશે. આ જ કારણે ચૂંટણી આયોગ ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરી રહી. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થઇ જશે અને તે પછી પીએમ મોદી લોકોને ખુશ કરવા માટે કોઇ પણ યોજનાઓની જાહેરાત નહીં કરી શકે. આ જ કારણ છે કે ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર નથી કરી.

election commission

નોંધનીય છે કે કોંગ્રેસ સિવાય પણ અન્ય રાજનૈતિક દળોએ પણ ચૂંટણી આયોગના આ નિર્ણય સામે સવાલ ઊભા કર્યા છે. વિપક્ષી દળોએ કહ્યું કે એક તરફ જ્યાં રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવાની વાત કરી રહી છે. ત્યાં જ બીજી તરફ બે રાજ્યોમાં ચૂંટણી કરવા મામલે આયોગ દુવિધામાં છે. જો કે આ મામલે ચૂંટણી આયોગે પોતાની સફાઇ આપતા કહ્યું છે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત એટલા માટે નથી કરવામાં આવી કારણ કે તેના લીધે રાહત પૂરગ્રસ્ત વિસ્તારોના રાહત કાર્ય પર અસર થશે.

આ કારણે ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરવામાં આવી. જો કે તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે 18 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં ચૂંટણી જરૂરથી થશે. અને અંગે ચૂંટણી આયોગ જલ્દી જ જાહેરાતો કરશે. વધુમાં ગુજરાતમાં જીતવા માટે પાર્ટીએ તેના તમામ કેન્દ્રીય નેતાઓને એક પછી એક ગુજરાત મોકલી રહી છે. ઉમા ભારતી, સ્મૃતિ ઇરાની અને આજથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતની મુલાકાતે આવશે.

English summary
Congress questions EC decision on Gujarat poll target PM Modi. Congress says due to PM visit dates are not announced.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.