મોદીનું નવું સૂત્ર ના બોલીશ ના બોલવા દઇશ: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત નવસર્જન યાત્રાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કરવાની એક તક જવા નહતી દીધી. સુરતના વરાછામાં રાહુલ ગાંધી વિશાળ જનમેદની ભરેલી જનસભાને સંબોધી હતી. અને પાસના ફ્લેગ પણ આ સભામાં દેખાઇ રહ્યા હતા. જય સરદારના નારા સાથે રાહુલ ગાંધીએ આ ભાષણની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના આ ભાષણમાં રાહુલે જીએસટી, નોટબંધી, પાટીદાર, સુરત અને તેના વેપારી જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી. સાથે જ રોજગારી અને ખાનગીકરણ પર સરકારને ભીંસવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં રાહુલ ગાંધી આઠમી નવેમ્બરે ફરી એક વાર ગુજરાત આવશે. ત્યારે વાંચો તેમનું આખું ભાષણ અહીં...

Rahul Gandhi

જય સરદારનો નારો

જય સરદારના અને જય ભવાનીના નારા સાથે રાહુલ ગાંધી શરૂ કર્યું તેમનું સંબોધન. તેમણે કહ્યું આજે ગુજરાતની સચ્ચાઇ અને ભાજપની સચ્ચાઇ વચ્ચે લડાઇ ચાલી રહી છે. બન્ને અલગ અલગ વસ્તુઓ છે. ગુજરાતની સચ્ચાઇ તે છે કે ગુજરાતના નવયુવાનો બેરોજગાર છે. ગુજરાતની સચ્ચાઇ છે કે તેના ખેડૂતો લાચાર છે. ગુજરાતની સચ્ચાઇ છે પ્રાઇવેટ સ્કૂલોની મોંધી ફી અને હોસ્પિટલના મોંધા બિલ. ગુજરાતની સચ્ચાઇ છે કે બધે જ ભષ્ટ્રાચાર ફેલાયેલો છે. ગુજરાતની સચ્ચાઇ છે પાટીદારો પર ચાલેલી ગોળી અને ઉનામાં દલીતો પર થયેલો અત્યારચાર છે. ગુજરાતની સચ્ચાઇ આદિવાસીઓની ભૂખ અને લાચારી છે. અને ભાજપની સચ્ચાઇ 5-10 સૌથી મોટા ઉદ્યોગપતિઓનો ફાયદો છે. ભાજપની સચ્ચાઇ તમારી જમીન, પાણી, વિજળીની ચોરી છે. ભાજપની સચ્ચાઇ નેના પ્લાન્ટના નામે 33 કરોડ રૂપિયાની લોલીપોપ છે. ભાજપની સચ્ચાઇ ખાલી શૂટબૂટ વાળા સાથે મૈત્રી છે.

રોજગારી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ખાલી 450 યુવાઓને એક દિવસમાં રોજગાર મળે છે. ગત વર્ષે મોદીજીએ નોટબંધી કરી. આ વર્ષે તેમણે જીએસટી લાગુ કરી. ભારતને તમારી શક્તિની જરૂર છે. સુરતના નાના વેપારી, મધ્યમ વેપારીની જરૂર છે. જો ભારતને ચીનથી સામનો કરવો હોય તો તમે જ આ કરી શકો છો. રોજગારી મોટી કંપની નહીં નાની કંપનીઓ લાવે છે. અહીં કોંગ્રેસ અને સચ્ચાઇની જીત થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે તે ફરી આઠ તારીખે આવી વેપારીઓ સાથે હું મળીશ.

સુરતના વખાણ

તમે વેપાર માટે જાણીતા છો. દુનિયાભરમાં સુરતના કપડા, હિરાનો વેપાર લાખો પરિવારને કામ આપે છે. આ બધુ સુરતમાં થતા વેપારના કારણે જ થઇ છે. નોટબંધી અને ખોટી રીતે લાગુ કરેલી જીએસટી સુરત અને ભારતના નાના વેપારીઓ પર સરકારનું આક્રમણ છે. તેમણે કહ્યું કે આપણે ચીનનો સામનો કરવાનો છે. હું ઇચ્છું છું કે એક દિવસ એક ચીની વ્યક્તિ ફોનથી સેલ્ફી લે અને તેની પાછળ લખ્યું હોય મેડ ઇન સુરત, મેડ ઇન ઇન્ડિયા.

Rahul Gandhi

નોટબંધી અને જીએસટી

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીમાં કાળા નાણાંની વાત હતી. ગુજરાત અને સુરતમાં જે વાત બધાને ખબર છે તે વાત મોદીજીને ના ખબર પડી. તે વાત એ છે કે પૂરું કાળું નાણું કેસમાં નથી. આપણા વેપારી અને ખેડૂતો ચોર નથી. મોદીજી એ નોટબંધી કરી પણ કાળા નાણાં રિયલ એસ્ટેટમાં છે, જમીનમાં છે. અને જો મોદીજીએ નોટબંધી કરી તો સ્વિસ બેંકના એકાઉન્ટ વાળો એક પણ વેપારી જેલમાં કેમ ના ગયો. કેમ વિજય માલ્યા લંડનમાં ફરે છે તે કેમ નોટબંધીના કારણે જેલમાં ના ગયો. નોટબંધી વખતે તમને કોઇ શૂટબૂટ વાળો કેમ ના દેખાડો. તેમણે 2 ટકા જીડીપી ઉડાવી દીધી છે. તમારી મદદ કરવાના બદલે તમને બેંક લોન આપવાના બદલે તેમણે આ પછી ખોટી રીતે જીએસટી પણ લાગુ કરી.

મોદીનું નવું સૂત્ર

વધુમાં રાહુલે કહ્યું કે લાગે છે કે મોદીજીનું નવું સૂત્ર છે કે "ના ખાઇશ ના ખાવા દઇશ" મોદી હવે નવું કહે છે "ના બોલીશ ના બોલવા દઇશ". જો મોદી ચોકીદાર છે તો અમિત શાહના પુત્ર પર તપાસ કરાવી જોઇએ. 50 હજારને 80 કરોડમાં ફેરવાનો આ સીક્રેટ અમને પણ કહો. મોદી ચોકીદાર નહીં ભાગીદાર છે. આજે ગુજરાતમાં 90 ટકા કોલેજો પ્રાઇવેટ થઇ ચૂકી છે. આજે એડમિશન લેવા જાવ તો પૈસા આપવા પડે છે. હોસ્પિટલમાં જાવ તો છો પૈસા આપવા પડે છે. ખોટી રીતે જીએસટી લાગુ કરી નાના વેપારીઓ પણ આક્રમણ થયું છે. કોંગ્રેસનો વિચાર હતો જીએસટી લાવવો. જીએસટી મામલે અમે કહ્યું હતું કે એક જ ટેક્સ રાખો તે પણ 18 ટકાથી નહીં. પણ તેમણે કહ્યું તમે વિપક્ષમાં છો અમે તમારું નહીં સાંભળીએ.

8 મી ફરી આવશે

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તે 8મી નવેમ્બરે ફરી ગુજરાત અને સુરત આવશે જ્યાં તેઓ વેપારીઓ સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સમજશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર અને પાસ કાર્યકર્તાઓ જોડાયા હતા. અને પાસના ધ્વજ પણ આ સભામાં સ્પષ્ટ જોવા મળતા હતા.

English summary
Gujarat Assembly Election 2017: Congress Rahul Gandhi addresses public meeting in Varachha, Surat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.