લો PM મોદી આવ્યા મોટી મોટી વાતો કરવા : રાહુલનું ટ્વિટ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગે ગુજરાતમાં ગૌરવ મહાસંમેલન યાત્રા હાજર રહેવા ગુજરાત આવશે. પણ તે પહેલા જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી મોદીને આડકરતી રીતે સંભળાવી દીધુ છે. રાહુલ ગાંધીએ હિંદુસ્તાન ટાઇમ્સનો એક લેખ જોડે તે પર લખ્યું છે કે "મૌસમનો હાલ. ચૂંટણી પહેલા ગુજરામાં આજે થશે મોટી મોટી વાતો" ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચેની સીધી ફાઇટ તરીકે જોવામાં આવે છે. અને આ ટિપ્પણીએ પણ આ જ વાતનો પુરાવો આપ્યો છે.

rahul gandhi

જે રીતે ભાજપની 14 જેટલા મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચાર માટે આવશે. જે રીતે એક સપ્તાહની અંદર પીએમ મોદી બીજી વાર આજે ગુજરાતની મુલાકાતે છે. જે રીતે 10 થી વધુ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત તરફ દોટ મૂકી રહ્યા છે તે વાત સ્પષ્ટ કહે છે કે ભાજપ માટે ગુજરાત વિધાન સભાની ચૂંટણી હવે એક પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. જો કે બીજી તરફ કોંગ્રેસને પણ પહેલા ક્યારેય ના મળ્યો હોય તેવો ઉત્સાહ લોકો તરફથી મળી રહ્યો છે. પણ કોંગ્રેસ માટે પણ ગાંધીનગર હજી દૂર છે. ત્યારે પીએમના અમદાવાસ પ્રયાણ પહેલી રાહુલ ગાંધીનો આ આડકતરો કટાક્ષ ટૂંકમાં ધણું કહી જાય છે.

English summary
Congress Rahul Gandhi comment on PM Narendra modi today's Gujarat Visit on his twitter.
Please Wait while comments are loading...