કોંગ્રેસ બહાર પાડી તેના 15 ઉમેદવારોની નવી યાદી
ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સમતે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ક્યાંથી કોંગ્રેસે ટિકિટ આપી છે તે જાણો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો ગણતરીનો સમય બાકી છે. ત્યાં ગુજરાત કોંગ્રેસ ફોન દ્વારા તેમના ઉમેદવારોને મેન્ડેટ કહી રહી છે. તો બીજી તરફ ગત રાતે 76 ઉમેદવારોના નામ જાહેર કર્યા પછી આજે બપોરે અલ્પેશ ઠાકોર સમેત અન્ય 15 જેટલા ઉમેદવારોનું લિસ્ટ પણ ભરતસિંહ સોલંકી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અને તેમાં વધુ 15 જેટલા ઉમેદવારોના નામની સ્પષ્ટતા કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ નવા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ થરાદ, ગાંધીનગર દક્ષિણ, વટવા, ઇડર જેવી સીટો પર કોંગ્રેસે કોને ટિકિટો આપી છે જાણો અહીં...

1. ચાણસ્મા - રઘુ દેસાઈ
2. બાપુનગર - હિંમતસિંહ પટેલ
3. થરાદ - ડી.બી.રાજપૂત
4. વિરમગામ - લાખા ભરવાડ
5. રાધનપુર - અલ્પેશ ઠાકોર
6. અસારવા-કનુ વાઘેલા
7. વટવા- બિપીન પટેલ
8.ધોળકા- અશ્વિન રાઠોડ
9. દિયોદર- શિવા ભુરિયા
10. ઇડર-મણી વાઘેલા
11. ઝાલોદ- ભાવેશ કટારા
12. માંજલપુર - ચિરાગ ઝવેરી
13. દરિયાપુર ખાડીયા- ઈમરાન ખેડાવાલા
14. સિધ્ધપુર- ચંદન ઠાકોર
15. ગાંધીનગર ઉત્તર - ડો. સી. જે.ચાવડા
Following people have been declared as the Candidate of @INCGujarat for #GujaratElection2017
— Bharat Solanki (@BharatSolankee) November 27, 2017
Congratulations & Best wishes to all the Candidates! કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે! pic.twitter.com/KxUQ4YcWV9












Click it and Unblock the Notifications
