For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ભાજપની સરખામણીએ કોંગ્રેસની આવક બમણી

|
Google Oneindia Gujarati News

bjp-rupee-cong
ગાંધીનગર, 25 ઑક્ટોબર : ભારતમાં ચૂંટણીઓઓ દરમિયાન ઉમેદવારોને આકર્ષવા માટે નાણાની રેલમછેલ કરવામાં આવે છે. રાજકીય પક્ષો આટલી બધી આવક ક્યાંથી મેળવે છે અને ક્યાં ખર્ચે છે તે સામાન્ય નાગરિક માટે હંમેશા ઉત્સુકતાનો વિષય રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યના મુખ્ય પક્ષોમાં આવક મેળવવામાં કોંગ્રેસ સૌથી મોખરે છે. જ્યારે દાન એકત્ર કરવામાં ભાજપ બધાને પાછળ છોડીને આગળ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ રાજકીય પક્ષોના આઇટી રિટર્ન, આરટીઆઇ અને અન્ય દસ્તાવેજોને આધારે સંશોધન કરી પાર્ટીઓના આવક અને ખર્ચનો અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ વર્ષ 2007-08થી વર્ષ 2010-11 એટલે કે કુલ ચાર વર્ષની આવક દર્શાવે છે.

આ ચાર વર્ષ દરમિયાન ગુજરાત કોંગ્રેસની કુલ આવક 1492.35 કરોડ રૂપિયા છે. જ્યારે ભાજપની આવક 769.81 કરોડ રૂપિયા છે. એટલે કે કોંગ્રેસની આવક ભાજપની સરખામણીએ બમણી છે. પક્ષોની આ આવક મુખ્યત્વે કૂપનના વેચાણ, દાન, વ્યાજ, સ્વૈચ્છિક દાન અને આજીવન સહયોગ નિધિ જેવા સ્રોત દ્વારા મેળવી છે.

આ પાર્ટીઓની આવક જ્યાં ખર્ચાય છે તેવા મુખ્ય ખર્ચાઓમાં ચૂંટણી પાછળ, અન્યોને મદદ કરવામાં, જાહેરાત પાછળ, મુસાફરીમાં અને ચર્ચા બેછકોમાં થાય છે. અહેવાલ અનુસાર કોંગ્રેસે સૌથી વધારે રૂપિયા 716.03 કરોડ રૂપિયાનો ખર્ચ ચૂંટણી પાછળ, જ્યારે ભાજપે સૌથી વધારે રૂપિયા 271.00 કરોડનો ખર્ચ જાહેરાત અને પ્રચાર પાછળ કર્યો છે.

ભારતના ચૂંટણી પંચે 3 ઑક્ટોબરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની જાહેર કરતા જ આચારસંહિતા લાગુ પડી ગઇ છે. ચૂંટણીઓમાં વોટની ખરીદ-વેચ થતી અટકાવવા માટે પંચે ઉમેદવારના ચૂંટણી પ્રચાર ખર્ચ પર મર્યાદા મૂકી છે. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર સતત નજર રાખી રહી છે. આવા સમયે પાર્ટીઓની આવક કેટલી છે અને તેનો ખર્ચ ક્યાં થાય છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

ગુજરાતના મુખ્ય પક્ષોની કુલ આવક (વર્ષ 2007-08થી 2010-11)
પાર્ટી
વર્ષવાર કુલ રકમ (કરોડ રૂપિયામાં) કુલ આવક
2007-08 2008-09 2009-10 2010-11
કોંગ્રેસ
220.81 496.88 467.57 307.08 1492.35
ભાજપ 123.78 220.02 258.00 168.00 769.81

નાણાંકીય વર્ષ 2007-2008, 2008-2009, 2009-2010 અને 2010-2011 (સંયુક્ત)

પાર્ટી ખર્ચના મુખ્ય કારણો
કુલ રકમ (રૂપિયા કરોડમાં)
ચૂંટણી 716.03
કોંગ્રેસ અન્યોને મદદ
131.18
પ્રચાર 87.42
જાહેરાત અને પ્રચાર
271.00
ભાજપ મુસાફરી 141.15
ચર્ચા બેઠકો
77.97

નાણાંકીય વર્ષ 2007-2008, 2008-2009, 2009-2010 અને 2010-2011 (સંયુક્ત)

પાર્ટી ત્રણ મુખ્ય આવક સ્રોત
કુલ રકમ (કરોડ રૂપિયામાં)
કુપનનું વેચાણ
1171.61
કોંગ્રેસ દાન 183.82

વ્યાજની રકમ
82.15
સ્વૈચ્છિક સહયોગ
644.77
ભાજપ વ્યાજ

53.41

આજીવન સહયોગ નિધિ

50.34

English summary
Congress's revenue is doubled then BJP in Gujarat said a research report by ADR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X