બારડોલીના કોંગ્રેસી ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચારનો આરંભ કર્યો છે. આ અંતર્ગત તેઓ 5 ડિસેમ્બરના રોજ ડાકોર ભગવાન રણછોડરાયના દર્શન કરી ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસનો પ્રારંભ કરશે.
તેઓ સવારે 9.00 કલાકે ડાકોરના પવિત્ર મંદિરે ભગવાન રણછોડરાયના દર્શન કરી ભવન્સ કોલેજના મેદાન ખાતે જાહેરસભાને સંબોધી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે અને ગુજરાતમાં સાર્વત્રિક કમળ લહેર ઉભી કરવા જનતા જનાર્દનને આહ્વાન કરશે.
મોદી ડાકોર સભાને સંબોધી સવારે 10.30 કલાકે મધુબા પાર્ટી પ્લોટ, અંબિકા સૉ મીલ સામે, કાલોલ જાહેરસભા સંબોધશે. કાલોલથી સાયલા લાલજી મહારાજની જગ્યાએ બપોરે 12.20 કલાકે અને બપોરે 1.45 કલાકે મહાવીર જીન કંપાઉન્ડ વાંકાનેર જાહેરસભાને સંબોધવા પહોંચશે.
નરેન્દ્ર મોદીની 5 ડિસેમ્બરના રોજ પાંચમી સભા બપોરે 3.30 કલાકે નંદ ગામ, વરસાડા ચોકડી, ભચાઉ, છઠ્ઠી સભા સાંજે 5.00 કલાકે ભુજ, જયુબીલી ગ્રાઉન્ડ અને સાતમી અને છેલ્લી સભા રાત્રે 7.00 કલાકે પાનીનો ઘોડો, પેડક રોડ, રાજકોટ ખાતે સંબોધી અમદાવાદ પરત આવશે.












Click it and Unblock the Notifications
