નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટ સામે કોંગ્રેસ ઘૂંટણીયે
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રીના બુધવારે દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં લગભગ એક કલાક સુધી ચાલેલ ભાષણ જેવું પુર્ણ થયું કે તરત જ મોબાઇલ ફોન અને સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર નરેન્દ્ર મોદીની પ્રશંસાના મેસેજ ફરતા થવા લાગ્યાં. ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન પર આવતાં આ મેસેજોને જોતાં કોંગ્રેસ મુખ્યાલયમાં એક વરિષ્ઠ પાર્ટી મહાસચિવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના આ મેનેજન્ટનો કોંગ્રેસ મુકાબલો કરી શકતી નથી.
જો કે નરેન્દ્ર મોદીના વધતા કદને લઇને પરેશાન કોંગ્રેસ મેનેજમેન્ટના મામલે નરેન્દ્ર મોદી સામે પોતાના કદને નાનું ગણી રહી છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનું પણ માનવું છે કે નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટના કારણે પોતાને વિકાસ પુરૂષની બ્રાંડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પાર્ટી તે અંગેનો ઉપયોગ શોધવામાં અસક્ષમ છે. પાર્ટી શીર્ષ નેતૃત્વનું માનવું છે કે નરેન્દ્ર મોદીના હાઇટેક અને મીડિયા મેનેજમેન્ટની બરાબરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ કરી શકતું નથી.

કોંગ્રેસના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે સતત મળી હાર માટે મેનેજમેન્ટને માનવામાં આવે છે. કોંગ્રેસના એક મહાસચિવે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ પાસે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભષ્ટ્રાચાર સંબંધિત કેટલાક મોટા આરોપો છે.
પ્રદેશ કોંગ્રેસે એક લાખ કરોડ રૂપિયાના આરોપો પણ લગાવ્યા છે. મોટા ઉદ્યોગપતિ સમૂહોને કરોડોની જમીન ફક્ત દોઢ રૂપિયા પ્રતિ એકર આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. દલિત અને મુસલમાનો સાથે ભેદભાવ કરવાના તથ્યો સાથે આરોપ લગાવ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીના મેનેજમેન્ટના પાઠ સામે પ્રદેશ કોંગ્રેસની બધી તૈયારી નિષ્ફળ સાબિત થઇ.
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ગુજરાતમાં કોંગ્રેસી મુખ્યમંત્રીઓના સમયે ગુજરાત વિકાસના મુદ્દે નંબર રહ્યું છે. પરંતુ નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે ગુજરાતના વિકાસને બ્રાંડના રૂપમાં રજૂ કર્યું છે તેનો કોંગ્રેસ કોઇ જવાબ આપી શકતું નથી.
ગુજરાત કોંગ્રેસના એક મોટા નેતાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટસ અને મોબાઇલ પર પ્રચાર કરવા માટે 250થી વધુ લોકો રોક્યાં છે. જો કે આ સંપૂર્ણ પ્રચાર અભિયાન નરેન્દ્ર મોદીના પક્ષમાં અને કોંગ્રેસના વિરૂદ્ધ ચાલે છે.
જયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ તે કારણે પાર્ટીનું સોશિયલ નેટવર્કિંગ પર માળખું તૈયાર કરવાની વાત કહેવામાં આવી હતી અને પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહની નજર હેઠળ નરેન્દ્ર મોદીના દિલ્હી તરફ આગળ વધતાં રોકવા માટેની રણનિતી બનાવવામાં આવી છે.
રાજીવ ગાંધીના વિકાસની વાત કરી રહ્યાં નરેન્દ્ર મોદી: કોંગ્રેસ
નરેન્દ્ર મોદીની વિકાસની વાતને રાજીવ ગાંધીની દેણ ગણાવી કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના યુવાનોને માઉસ ચાર્મર કહી રહ્યાં છે. જ્યારે દેશમાં કોમ્યુટરની ક્રાંતિ લાવનાર રાજીવ ગાંધે પહેલથી થઇ હતી. અત્યારે દેશમાં જે પણ વિકાસ થયો છે, તે કોંગ્રેસના કારણે જ થયો છે.












Click it and Unblock the Notifications
