For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 દિવસમાં 20 સભા કરી મોદીને હંફાવી શકશે કોંગ્રેસ?

|
Google Oneindia Gujarati News

congress
અમદાવાદ, 10 નવેમ્બર: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ આરપારની લડાઇ લડવા સજ્જ છે. કોંગ્રેસ આવનાર બે દિવસોમાં 20 શહેરોમાં 20 સભાનું આયોજન કરવા જઇ રહી છે.

કોંગ્રેસનો ઇરાદો નરેન્દ્ર મોદીને તેમના જ ગઢમાં માત આપવાનો છે અને એ પણ માત્ર બે દિવસની સભાઓ થકી. જોકે આ સભાઓથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે એ તો સમય જ નક્કી કરશે.

આવનાર બે દિવસની સભાઓમાં કોંગ્રેસના ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના કાર્યકરો પાર્ટી માટે મત ભેગા કરવાની કોશિશ કરશે. આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનીષ તિવારી, ભરત સોલંકી, દિનશા પટેલ, ઓસ્કર ફર્નાડીસ અને મણિશંકર અય્યર જેવા દિગ્ગજ નેતા ગુજરાતમાં સભા સંબોધશે.

આ સભા આજે એટલે 10 નવેમ્બરે 10 સભાઓનુ આયોજન થશે, તેમજ રવિવારે અન્ય દસ શહેરોમાં દસ સભાનું આયોજન કરાયું છે. જોકે પ્રશ્ન એ છે કે કોંગ્રેસના યુવા બ્રિગેડના પ્રમુખ અને પક્ષના મહાસચિવ રાહુલ ગાંધી આ ચૂંટણી પ્રચારમાં ઉતરશે કે નહીં.

ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે પરંતુ હજી સુધી રાહુલ પ્રચાર કરશે કે નહી તેના સંકેત મળ્યા નથી.

English summary
Congress party has decided to organise 20 public meeting over the next two days to give a push to its campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X