હવે ખેડુતોની સ્થિતિ દર્શાવવામાં ગુજરાત કોંગ્રેસે વાટ્યો ભાંગરો

ખભા પર કોદાળી રાખેલો ખેડુતનો ફોટાવાળી જાહેરખબરમાં કોંગ્રેસે ગુજરાતના ખેડુતો દયનીય સ્થિતિમાં હોવાનો દાવો કર્યો છે, પરંતુ ભાજપે આરોપ મુક્યો છે કે ફોટામાં જે ખેડુત છે તે રાજસ્થાનનો છે. જો ભાજપનો દાવો સાચો સાબિત થાય તો કોંગ્રેસ માટે આ કોઇ ખરાબ સ્વપ્નથી ઓછું નહીં હોય.
આ પહેલા જે વિજ્ઞાપનને લઇને કોંગ્રેસ મુશ્કેલીમાં ઘેરાયેલી હતી તે કુપોષણ સંબંધિત હતી. ગુજરાતમાં કુપોષણના વિકરાળ રુપને દર્શાવવા માટે કોંગ્રેસની વિજ્ઞાપનમાં એક મહિલાને તેના કુપોષિત બાળકો સાથે દર્શાવવામાં આવી હતી પરંતુ તેની તપાસ કરવામાં આવી તો તે તસવીર શ્રીલંકાની નિકળી હતી. આ તસવીર જે સાઇટ પરથી લેવામાં આવી હતી તે સોશિયલ મીડિયા પર તેની લિન્ક પણ પેસ્ટ કરવામાં આવી હતી.
જે કુપોષિત બાળક અને મહિલાની તસવીર વિજ્ઞાપનમાં ઉપયોગમાં લેવામાં આવી હતી તે શ્રીલંકાની પૂરપીડિતાની નિકળી. તસવીર એક ઇસાઇ સંગઠનની વેબસાઇટ પરથી લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
