Lok sabha election 2024: ગુજરાતમાં કોંગ્રેસ જીતશે 10થી વધુ બેઠકો
Lok sabha election 2024: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 10થી વધુ બેઠકો જીતશે. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો ભાજપે જીતી હતી.
રાજ્યના પ્રભારી કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ લોકસભાની 24 બેઠકો પર લડી રહી છે, અને અત્યાર સુધીમાં 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમણે જોડાણના ભાગરૂપે આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ એમ બે બેઠકો આપી છે.
મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવારોના નામોની જાહેરાત ઉમેદવારી પત્રો ભરવાની તારીખ પહેલાં જ કરતી હતી. અમે ઘણા ઉમેદવારોના નામ સમય પહેલા જાહેર કરી દીધા છે, અને આગામી બે-ચાર દિવસમાં અમે બાકીના સાત નામોની જાહેરાત કરીશું.

મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતમાં 10 થી વધુ બેઠકો જીતશે. રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું કે, જે અહીં લોકસભાના 17 ઉમેદવારો, શહેર અને જિલ્લા પ્રમુખો તેમજ અખિલ ભારતીય કોંગ્રેસના સંયોજકોની રાજીવ ભવનમાં યોજાયેલી સમિતિની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વાસનિકના નેતૃત્વમાં મળેલી બેઠકમાં તમામ 17 ઉમેદવારોને ચૂંટણી, પક્ષના કાર્યકરો વગેરેની માહિતી આપવામાં આવી હતી, એમ પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
