નલિયા કાંડ: વિરોધ હવે PM મોદીની માતાના ઘર સુધી પહોંચ્યો

Posted By:
Subscribe to Oneindia News

નલિયા સેક્સકાંડ પછી કોંગ્રેસ તરફથી આ વાતનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મામલે ઠેર ઠેર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરી રહી છે અને આ અંગે પોતાનો વિરોધ દર્શાવી રહી છે. તેવામાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રાયસણ પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના ઘરની બહાર નલિયા દુષ્કર્મનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની માતા રાયસણમાં વૃંદાવન સોસાયટીમાં તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે.

hira ba and modi

ત્યારે કોંગ્રેસી મહિલાઓએ તેમના ઘર પહોંચી નલિયા કાંડ અંગે પોતાનો વિરોધ બતાવ્યો હતો. અને પીએમ દ્વારા આ અંગે ત્વરીત પગલાં લેવાની વાત માંગણી કરી હતી. જો કે તે પછી પોલીસ દ્વારા કોંગ્રેસી મહિલાઓની અટક કરવામાં આવી હતી. નોંધનીય છે નલિયા કાંડ પછી ભાજપે ડેમેઝ કંટ્રોલ માટે અમિત શાહને ગુજરાત પાછા તેડાવી લીધા છે. અમિત શાહ તેમની પુત્રવધુના શ્રીમંતમાં હાજરી આપવા આવશે. ત્યારે આ સંજોગામાં નલિયા દુષ્કર્મ મામલે ભાજપની રાજ્યભરમાં જે થૂ થૂ થઇ છે તેને કેવી રીતે સંભાળવી તે વાત પર જરૂરથી ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા માહિતી મળી છે.

English summary
Naliya sex scandal: Congress woman wing protest in front of PM Modi's Mother Hiraba House. Read more here.
Please Wait while comments are loading...