સચિન પાઇલોટ, દેવરા સહિતના નેતાઓ આવશે ગુજરાત

માહિતી અનુસાર, નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી ઉપરાંત સચિન પાઇલોટ, મિલીંદ દેવરા, જતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના નેતાઓને મેદાન પર ઉતરાશે. ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહે કહ્યું છે કે નવરાત્રી બાદ કોંગ્રેસના યુવા નેતાઓ મહત્વના ઝોનમાં પ્રચાર કરવા માટે આવશે.
ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે ઉક્ત યુવા નેતાઓના રોડ શોનું પણ આયોજન કર્યું છે. સિંધિયા વડોદરામાં, મિલીંદ દેવરા, સુરત, રાહુલ ગાંધી કચ્છ, સચિન પાઇલોટ અમદાવાદ અને જતિન પ્રસાદ ભાવનગરમાં જાહેર સભા અને રોડ-શોનું આયોજન કર્યું છે.












Click it and Unblock the Notifications
