For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનરે લીધી મોદીની મુલાકાત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજ્ન્ય મુલાકાત આજે, ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનર વેન લામા લોબઝેન્ગએ લીધી હતી અને ભારતમાં બુધ્ધ વિરાસતના જતનસંવર્ધન માટે નેતૃત્વ લેવાની ક્ષમતા સંદર્ભમાં પરામર્શ કર્યો હતો.

Narendra-Modi
લામા લોબઝેન્ગ જેઓ (Mr. VEN LAMA LOBZANG) ભગવાન બુધ્ધના હેરિટેજ વિકાસ માટેના અશોક મિશનના પ્રમુખ છે તેમણે પશ્ચિમ ભારતમાં વિશેષ કરીને ગુજરાતમાં બુધ્ધ ધર્મની વિરાસત માટે મુખ્યમંત્રીએ હાથ ધરેલા અભિનવ પ્રયાસોની પ્રસંશા કરી હતી અને ગુજરાતમાં મળી આવેલા ભગવાન બુધ્ધના પાર્થિવ દેહના અસ્થિ અવશેષોના જતન માટે રાજ્ય સરકારે જે પહેલ કરી છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા.

લામા લોબઝેન્ગને ગુજરાતમાં બુધ્ધ ધર્મની વિરાસતના પ્રભાવથી મુખ્યમંત્રીએ માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં ભગવાન બુધ્ધનું વિશ્વકક્ષાનું ભવ્ય મંદિર બુધ્ધ ટેમ્પલ દેવની મોરીના સ્થળે બાંધવાની નેમ વ્યકત કરી હતી.

ગુજરાત સરકાર ભારતમાં બૌધ્ધ ધર્મની સાંસ્કૃતિક વિરાસતના જતન અને વિકાસ માટે સહયોગ આપવા તત્પર છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને લોદી જી ગ્યારી પણ ઉપસ્થિત હતા.

English summary
Global Buddhist Congress Convener Ven Lama Lobzang today called on Gujarat Chief Minister Narendra Modi and discussed the issue of taking leadership in preserving and promoting Buddhist relics and heritage sites.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X