કોરોના પોઝિટિવ કેસ એક જ દિવસમાં 31 ટકા વધ્યા, રાજ્યમાં સક્રિય કેસમાં પણ થયો વધારો
રાજ્યમાં 16 મહિના બાદ 200થી ઓછા સક્રિય કેસ નોંધાયાના એક દિવસ બાદ દૈનિક કેસમાં 31 ટકાનો વધારો નોંધાયો હતો. શનિવારના રોજ 19 કેસ નોંધાયા હતા જે બાદ રવિવારના રોજ 25 કેસ નોંધાયો હતા.
અમદાવાદ : રાજ્યમાં 16 મહિના બાદ 200થી ઓછા સક્રિય કેસ નોંધાયાના એક દિવસ બાદ દૈનિક કેસમાં 31 ટકાનો વધારો નોંધાયો હતો. શનિવારના રોજ 19 કેસ નોંધાયા હતા જે બાદ રવિવારના રોજ 25 કેસ નોંધાયો હતા. બીજી તરફ ડિસ્ચાર્જની સંખ્યા પણ 27થી 14 થઈ ગઇ હતી. જે કારણે રાજ્યમાં સક્રિય કેસમાં 11નો વધારો થયો હતો.

સુરત શહેરમાં સૌથી વધુ 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા
સુરત શહેરમાં સૌથી વધુ 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 4 અને વડોદરા શહેર, અમરેલી અને ખેડા જિલ્લામાં 3-3 કેસ નોંધાયા છે. ચાર મુખ્ય શહેરોમાં કુલ કેસમાં 52 ટકા કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે, કોરોના સંક્રમણ મુખ્યત્વે શહેરોમાં કેન્દ્રિત છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 23,230 અને સુરતમાં 41,111 લોકોનું રસીકરણ કરાયું
રવિવારના રોજ 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કુલ 3.65 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રવિવારના રોજ રસીકરણમાં 2.03 લાખ લોકોને બીજો અને 1.81 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 23,230 અને સુરતમાં 41,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છું.












Click it and Unblock the Notifications
