For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ, મુખ્યમંત્રી સાથે પણ કરી હતી બેઠક

અમદાવાદના જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલાએ આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના

|
Google Oneindia Gujarati News

અમદાવાદના જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલાએ આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. ઈમરાન ખેડાવાલાએ આજે સવારે જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ મુખ્યમંત્રીને મળવા ગયા હતા.

Corona

કોરોનાના દર્દી ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ એક જ કારમાં બેસીને ગાંધીનગર ગયા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા. જેને કારણે પત્રકારોને પણ ક્વોરેન્ટાઇન થવું પડશે.

આ પણ વાંચો: લોકડાઉન: સરકાર પાસે કોઇ પ્લાન બી છે કે નહી: પ્રશાંત કીશોર

English summary
Corona positive for Congress MLA Imran Khedwala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X