Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 14830 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ વધ્યો
ભારતમાં આજે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,830 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 36 લોકોના મોત થયા છે.
Corona Update : ભારતમાં આજે કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,830 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 36 લોકોના મોત થયા છે. હાલમાં, દેશમાં દૈનિક હકારાત્મકતા દર 3.48 ટકા છે.
મંગળવારના રોજ (26 જુલાઈ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 18,159 ડિસ્ચાર્જ થયા છે, જે કુલ રિકવરી રેટ 98.47 ટકા પર લઈ ગયો છે.

સક્રિય કોરોના કેસ લોડમાં 3,365 કેસનો ઘટાડો નોંધાયો
કોરોનામાંથી કુલ રિકવરી ડેટા 4,32,46,829 છે. ભારતમાં કોરોના વાયરસના સક્રિય કેસોની કુલ સંખ્યા 1,47,512 છે. જે ગઈકાલ કરતાઓછા છે. સોમવારના રોજ નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 1,50,877 હતી.
ભારતમાં સક્રિય કોરોના કેસ લોડમાં 24 કલાકના ગાળામાં3,365 કેસનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.34 ટકાનો સમાવેશ થાય છે.
દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,26,110 છે. ભારતમાં કોવિડ -19 રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. ઈન્ડિયન કાઉન્સિલઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 25 જુલાઈ સુધી કોરોના માટે 87,31,85,917 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથીસોમવારના રોજ 4,26,102 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 633 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 731 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં2 અને અરવલ્લીમાં 1 એમ કુલ 3 કોવિડ સંબંધિત મુત્યુ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5613 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,963 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,32,544 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5613 થઇ છે. જેમાંથી 10 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,40,05,70 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.67 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,41,417 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,40,05,70 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
