Corona Update : છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16,866 નવા કેસ, પોઝિટિવિટી રેટમાં 7 ટકાને પાર
છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
Corona Update : છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16866 નવા કેસ નોંધાયા છે, જ્યારે 41 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

કોરોનાના નવા કેસોમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો
દેશમાં કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 150877 છે, પરંતુ ચિંતાની વાત એ છે કે, કોરોના પોઝિટીવીટી રેટ 7.03 ટકા પરપહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ કોરોનાના 20,279 નવા કેસ સામે આવ્યા હતા. ગઈકાલની સરખામણીમાં આજેકોરોનાના નવા કેસોમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18148 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાંકોરોનાના કુલ 4 કરોડ 39 લાખ પાંચ હજાર 621 કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 842 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 598 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન એકપણકોવિડ સંબંધિત મુત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5714 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,960 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,31,813 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5714 થઇ છે. જેમાંથી 08ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,37,64,333 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.66 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 72,128 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,37,64,333 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
