Corona Update : છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કોરોના પોઝિટિવ કેસ

ભારતમાં કોરોના વાયરસના ઘણા નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

Corona Update : ભારતમાં કોરોના વાયરસના ઘણા નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 13 હજાર 734 નવા કેસ નોંધાયા છે. આ પછી, કોવિડ -19 સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 40 લાખ 50 હજાર 9 થઈ ગઈ છે.

2 દિવસમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો

2 દિવસમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો

દેશમાં છેલ્લા 2 દિવસમાં કોવિડ-19ના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે. અગાઉ સોમવાર (1 ઓગસ્ટ)ના રોજ, કોરાના વાયરસના 16464નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારના રોજ 19673 કેસ નોંધાયા હતા.

સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.4 લાખથી ઓછી

સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.4 લાખથી ઓછી

કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડાની સાથે સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાંસક્રિય દર્દીઓની સંખ્યા હવે વધીને 1 લાખ 39 હજાર 792 થઈ ગઈ છે.

દિલ્હીમાં નોંધાયા 822 નવા પોઝિટિવ કેસ

દિલ્હીમાં નોંધાયા 822 નવા પોઝિટિવ કેસ

સોમવારે (1 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 822 નવા કેસ નોંધાયા હતા, જેનાથી સંક્રમણનો દર વધીને11.41 ટકા થયો હતો, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારના રોજદિલ્હીમાં કોવિડ-19થી વધુ બે લોકોના મોત થયા છે. આ પછી, કોરોના રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 26313થઈ ગઈ છે.822 નવા દર્દીઓના આગમન સાથે, દિલ્હીમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 19,56,593 થઈ ગઈ છે.

છ મહિનામાં સંક્રમણ દર ઉચ્ચતમ સ્તરે

છ મહિનામાં સંક્રમણ દર ઉચ્ચતમ સ્તરે

ડેટા અનુસાર, દિલ્હીમાં સંક્રમણનો દર વધીને 11.41 ટકા થઈ ગયો છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. આ અગાઉ રાષ્ટ્રીય રાજધાનીમાંસંક્રમણ દર 24 જાન્યુઆરીએ 11.79 ટકા નોંધાયો હતો.

દિલ્હીમાં રવિવાર સુધી સતત પાંચ દિવસમાં એક હજારથી વધુ નવા કેસ નોંધાયાછે. રવિવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં 1,263 દર્દીઓમાં કોવિડ-19ની પુષ્ટિ થઈ હતી અને સંક્રમણ દર 9.35 ટકા હતો.

ભારતમાં ઓમિક્રોનના મોટાભાગના કેસો

ભારતમાં ઓમિક્રોનના મોટાભાગના કેસો

ભારતમાં, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ અને તેના પેટા વેરિઅન્ટમાં સંક્રમણના સૌથી વધુ કેસો છે, જ્યારે કેટલાક કેસો અત્યંતચેપી BA.2.75 સબ-વેરિઅન્ટ સાથે પણ જોવા મળ્યા છે.

માહિતી આપતાં, ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ(INSACOG) એ જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં BA.2.75 સબ-વેરિઅન્ટના વ્યાપ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આસાથે, INSACOG એ તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન અને તેના પેટા વેરિઅન્ટ્સ ભારતમાં સૌથી વધુ કેસ નોંધી રહ્યા છેઅને મોટાભાગના કેસ ba.2 અને ba.2.38 પેટા પ્રકારો મળી આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 606 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 729 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં એક કોવિડસંબંધિત મુત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6413 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6413 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,971 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,38,393 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા6413 થઇ છે. જેમાંથી 13 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,68,47,239 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,68,47,239 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.62 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,74,983 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,68,47,239 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X